સુરતમાં બનેલી એક ચોંકાવનારી ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો જોઈને તમે પણ ચોંકી ઉઠશો. સુરતમાં ધોળા દિવસે એક ટ્રકના ડ્રાઇવરનું અપહરણ કરવામાં આવ્યું છે. અપહરણ કોઈ અન્ય વ્યક્તિએ નહીં પરંતુ ટ્રકના માલિકે જ કર્યું હતું. હાલમાં ટ્રકના ડ્રાઇવરનું અપહરણનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.
વાયરલ થયેલો આ વીડિયો જોઈને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. મળતી માહિતી અનુસાર આ ઘટના રાજપીપળા હાઇવે પર બની હતી. મળતી માહિતી અનુસાર ટ્રકના માલિકે ટ્રકના ડ્રાઇવર વિજય નાગેશ્રી નામના વ્યક્તિનું અપહરણ કર્યું હતું.
મળતી માહિતી અનુસાર એવું જાણવા મળી રહ્યું છે કે, ટ્રકના માલિક એક ટ્રકના ડ્રાઈવરને પગાર ના આપ્યો હતો. તેથી ટ્રક ડ્રાઈવર ટ્રક ઉભો રાખી દીધો હતો. આ વાતને લઈને માલિક ભારે રોષમાં ભરાયો અને તેને સૌ પ્રથમ ટ્રકના ડ્રાઇવરની ધોલાઈ કરી અને ત્યારબાદ તેનું અપહરણ કરી લીધું.
મળતી માહિતી અનુસાર ટ્રક માલિકે ડ્રાઈવરને લગભગ પાંચથી છ મહિનાનો પગાર ચૂકવ્યો ન હતો. ટ્રક ડ્રાઈવર વિજય રેતી ભરેલો ટ્રક લઈને જઈ રહ્યો હતો. તેને પગાર ન મળતાં તેની ટ્રક ઉભો રાખી દીધો હતો. આ વાતની જાણના ટ્રકના માલિકને થતા માલિક ભારે રોષે ભરાયો હતો.
ત્યારબાદ તે પોતાની કાર લઇને સુરત આવવા નીકળી ગયો. તેને સુરતમાં ડ્રાઇવરની સૌપ્રથમ જુલાઈ કરી અને ત્યારબાદ પોતાની કારની ડેકીમાં નાખી દીધો. હાલમાં આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.
સુરતમાં ફિલ્મી ઢબે અપહરણની ઘટના
ટ્રક ડ્રાઇવરનું અપહરણ કરતો વીડિયો વાયરલ
રાજપીપળા હાઇ-વે પર બની અપહરણની ઘટના#Surat pic.twitter.com/FUg7ZRHwhx
— News18Gujarati (@News18Guj) June 15, 2022
હવે તો આ દ્રશ્ય જોતા એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં લુખ્ખા તત્વોને હવે પોલીસનો કોઇ પણ પ્રકારનો ડર નથી રહ્યો. ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે આવી ઘટનાઓ વધતી જાય છે. આ કારણોસર ગુજરાતની જનતામાં ભયનો માહોલ છવાયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment