દૂધ પીવાના વિવાદમાં 10 વર્ષની બાળકની માતાનો જીવ લઈ લેવામાં આવ્યો – જાણો શું છે સમગ્ર ઘટના…

સમગ્ર દેશભરમાં છેલ્લા થોડા દિવસોથી જીવ લેવાની અને જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે ગઇકાલે રાત્રે એક પરીણિત મહિલાનો જીવ લઈ લેવામાં આવ્યો છે. આ ઘટના બનતા જ ભારે ખળભળાટ મચી ગઇ હતી. આ ઘટના માનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ગોંગડી ગામમાં બની હતી.

સમગ્ર ઘટનાને લઇને મૃત્યુ પામેલી મહિલાના પરિવારજનોનું કહેવું છે કે, તેનો બાળક દૂધ પીવા માગતો હતો. પરંતુ મહિલાનો પતિ તેને દૂધ આપવા માટે ઇન્કાર કરતો હતો. આ બાબતને લઇને મહિલા અને તેના પતિ વચ્ચે માથાકૂટ થઇ ગઇ હતી. ત્યારબાદ 10 વર્ષનો દીકરો દોડીને અમારી પાસે આવ્યો હતો.

અને કહ્યું હતું કે, તેના પિતા, કાકી, કાકા અને દાદી મળીને માતાની ધોલાઈ કરી રહ્યા છે. અમે દીકરીના ઘરે પહોંચે ત્યાં સુધીમાં તો દીકરીનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી. મૃત્યુ પામેલી મહિલાનું નામ રિંકુ દેવી હતું અને તેની ઉંમર 26 વર્ષની હતી.

આ સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી મહિલાના પિતાએ જણાવ્યું કે, અમે ગઈકાલે રાત્રે જ્યારે ઘરે પરત આવ્યા, ત્યારે મારી દીકરીનો 10 વર્ષનો દીકરો ઘરે આવ્યો હતો અને કહેવા લાગ્યો કે માતાની ધુલાઈ કરવામાં આવી રહી છે.

જ્યારે અમે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે મારી દીકરીનો જીવ લઈ લેવામાં આવ્યો હતો અને સાસરિયાઓ ઘર છોડીને ભાગી ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે જણાવ્યું કે, પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થઇ હતી.

જેના પછી પત્નીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હશે, તેવું પોલીસનું કહેવું છે. પરંતુ આ સમગ્ર ઘટનાને લઇને મૃતક મહિલાના પરિવારજનોએ આક્ષેપ છે કે, સાસરીયાઓએ તેની દીકરીનું ગળુ દબાવીને તેનો જીવ લઈ લીધો છે. પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*