હવામાન વિભાગની મોટી આગાહી : ગુજરાતના આ વિસ્તારોમાં આજરોજ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે…

ગુજરાત રાજ્યમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. હવે ગુજરાત રાજ્યમાં ધીમે-ધીમે ચોમાસું આગળ વધી રહ્યું છે. ત્યારે આજરોજ ફરી એક વખત હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે ઉત્તર ગુજરાતની વાત કરતા જણાવ્યું કે, આજરોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં તાપી, ડાંગ, સુરત અને નવસારીમાં પણ ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે.

જ્યારે મધ્ય ગુજરાતમાં મહેસાણા, આણંદ, વડોદરા, ગાંધીનગર અને અમદાવાદમાં પણ વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના વિવિધ વિસ્તારોમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે. અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યમાં કુલ 109 તાલુકામાં વરસાદ વરસ્યો છે.

ત્યારે આજરોજ ફરી એક વખત હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડશે તેવી મોટી આગાહી કરી છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 22 તાલુકામાં વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે વરસાદ ખંભાળિયામાં પડ્યો છે.

અહીં માત્ર 24 કલાકમાં ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે રાજકોટ શહેરની વાત કરીએ તો રાજકોટ શહેરમાં છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 2 દિવસમાં સૌરાષ્ટ્રના સમગ્ર વિસ્તારમાં વરસાદની એન્ટ્રી થઈ જશે. હાલમાં ગુજરાત રાજ્યમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય છે.

તેથી આગામી 48 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે. આગામી 48 કલાકમાં અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. હવામાન વિભાગ અને કેટલાક જાણીતા આગાહીકારોનું કહેવું છે કે, સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી ત્રણ દિવસોમાં વરસાદનું આગમન થઇ જશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*