હાલમાં બનેલી ગંભીર અકસ્માતની ઘટનાઓ સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ જોઈને તમારા રૂંવાટા ઉભા થઇ જશે. કાર અને બાઈક વચ્ચે ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં બાઇક સવાર યુવકને ઉછળીને ટ્રક સાથે અથડાયો હતો.
આ કારણોસર તેના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, તેથી તેનું કરુણ મૃત્યુ નીપજયું હતું. મૃત્યુ પામેલો યુવક ગુના જિલ્લાના મધુસુદનગઢના કડી ખેડા ગામનો રહેવાસી હતો. યુવકના મૃત્યુની જાણ થતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. મૃત્યુ પામેલો યુવક ચાર બહેનો માત્ર એક ભાઇ હતો.
આ ગંભીર અકસ્માતની ઘટના સોમવારના રોજ બપોરના સમયે બની હતી. આ અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર 19 વર્ષીય કુલદીપ રાજપુત નામનો બાઈકની પાછળ ગેસ સિલિન્ડર પકડીને બેઠો હતો.
મળતી માહિતી અનુસાર સુરજ રાજપૂત નામનો યુવક બાઇક ચલાવી રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં સામેથી પુરપાટ ઝડપે એક કાર આવી રહી હતી. જ્યારે કાર બાઇકની બાજુમાંથી પસાર થાય છે, ત્યારે કાર ગેસ સિલિન્ડર અડી જાય છે. તેના કારણે બાઇકની પાછળ બેઠેલો કુલદીપ સાથે હવામાં ફંગોળાઈ જાય છે.
કુલદીપનું માથું ટ્રક ખાતે અથડાય છે. આ કારણોસર કુલદીપના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચે છે. ત્યારબાદ કુલદીપની સારવાર માટે ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હોય છે. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા તેનું રસ્તામાં મૃત્યુ થાય છે.
કારની ટક્કરના કારણે 4 બહેનોનો એકનો એક ભાઈ ઉછળીને ટ્રક સાથે અથડાયો, ભાઈનું કરૂણ મૃત્યુ – જુઓ ઘટનાના CCTV ફૂટેજ… pic.twitter.com/OTqay40s3f
— GUJJU ROCKZ (@gujju_rockz) June 14, 2022
મૃત્યુના સમાચાર સાંભળીને કુલદીપના પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. કુલદીપ પોતાની ચાર બહેનોનો એકનો એક લાડકવાયો ભાઈ હતો. કુલદીપ કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. દીકરાના મૃત્યુના કારણે પરિવાર અને ગામના લોકોમાં માતમ છવાઇ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment