ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક દિવસોથી અનેક વિસ્તારોમાં સારો વરસાદી માહોલ જામ્યો છે. પાટણ શહેરમાં પણ છેલ્લા બે-ત્રણ દિવસથી સારો એવો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે પાટણમાં બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. અહીં હાંસાપુર રોડ ઉપર વીજળી પડતા એક 17 વર્ષના યુવકનું કરુણ મૃત્યુ નીપજ્યું છે.
જવાન દીકરાનું મૃત્યુ થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મળતી માહિતી અનુસાર પાટણ શહેરમાં એક દિવસ પહેલા બપોરના બે વાગ્યાની આસપાસ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો.
લગભગ પાટણમાં બેથી ચાર વાગ્યા દરમિયાન એક ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડી ગયો હતો. ત્યારે આશાપુરા પાસે દિયાના હાઉસની બાજુમાં આવેલા ખેતરમાં વિનુસિંહ ઝાલા નામના વ્યક્તિ પોતાના 17 વર્ષીય દીકરા અમરસંગ સાથે બાજરી વાઢવાનું કામ કરતા હતા.
આ દરમિયાન અચાનક જ આભમાંથી કડાકા-ભડાકા સાથે વીજળી પડે છે. વીજળી પડવાના કારણે પિતા પુત્ર બંને બેભાન થઈ ગયા હતા. જેમાં કૂતરાની ઉપર વીજળી પડવાના કારણે પુત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. પરિવારના લોકો તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા.
હોસ્પિટલમાં ડોક્ટરે ઈજાગ્રસ્ત થયેલા અમરસંગને મૃત જાહેર કર્યો હતો. દીકરાનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. આ ઘટનામાં દીકરાના પિતાને સામાન્ય ઈજા પહોંચી હતી. અમરસંગ મૃત્યુના સમાચાર સાંભળી રે પરિવાર અને ગામના લોકોમાં માતમ છવાઇ ગયો હતો.
અમરસંગની અંતિમ યાત્રામાં ગામના તમામ લોકો જોડાયા હતા અને અંતિમ યાત્રામાં હાજર તમામ લોકોની આંખમાં આંસુ હતા. ગુજરાત રાજ્યમાં ધીમે ધીમે ચોમાસાનું આગમન થઈ રહ્યું છે. ચોમાસાનું આગમન થતાં જ આવી ઘટનાઓ પણ ધીમેધીમે વધી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment