રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઇ ગયું છે. ગુજરાતના સૌરાષ્ટ્રની વાત કરીએ તો છેલ્લા ચાર દિવસથી સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ચોમાસાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાકમાં આખા ગુજરાત રાજ્યમાં ચોમાસું બેસી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી અનેક વિસ્તારોમાં વરસાદ પડવાના કારણે જનતાને ગરમીથી રાહત મળી છે.
ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ 17 તારીખથી રાજ્યમાં ફરીથી વરસાદનું જોર વધી શકે છે. આ ઉપરાંત રાજ્યમાં આગામી બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 24 કલાક સુધીમાં ચોમાસુ આગળ વધી શકે છે.
આ ઉપરાંત આગામી પાંચ દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 91 તાલુકામાં વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં 11 તાલુકાઓમાં એક ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં એક તાલુકાના ત્રણ ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં આગામી 24 કલાકમાં અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી શકે છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 7.79 મિમી વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાત રાજ્યમાં સૌથી વધારે વરસાદ સંતરામપુરમાં નોંધાયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment