દેશભરમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે બે દિવસ પહેલા બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક મહિલા અને તેના દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
મળતી માહિતી અનુસાર સીસીટીવી ફુટેજમાં તમે જોઈ શકો છો કે, કેટલાક વાહનો ટ્રાફિક સિગ્નલ પર ઊભા છે. ત્યારે ટ્રાફિક સિગ્નલ ખુલે છે અને બધાં વાહનો વારાફરતી ચાલવા લાગે છે. આ દરમિયાન એક મહિલા પોતાની દીકરીનો હાથ પકડીને વાહનની વચ્ચોવચ રોડ ક્રોસ કરવા લાગે છે. આ દરમિયાન મહિલા રોડ ક્રોસ કરતી વખતે બસની આગળ આવે છે.
ત્યારે બસ ચાલકને તેની આગળની સાઈડનું કહી દેખાતું નથી. આ દરમિયાન ધીમેથી ચાલતી બસની ટક્કરને કારણે રોડ ક્રોસ કરી રહેલી બાળકી અને ત્યારબાદ તેની માતા રોડ પર પડી જાય છે. જોતજોતામાં તો બંને પરથી બસ પસાર થઈને આગળ વધી જાય છે. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી.
આ દ્રશ્ય જોઈને આસપાસ ઉભેલા લોકોએ બૂમાબૂમ કરી હતી. આ કારણોસર બસચાલકે તાત્કાલિક બસ પર બ્રેક લગાવી દીધી હતી. ત્યાર બાદ આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં માતા અને તેની દીકરીનું કરુણ મૃત્યુ નીપજ્યું છે.
સમગ્ર ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા કરાયેલી તપાસમાં ઉતાવળમાં રોડ ક્રોસ કરવાના લીધે મહિલા અને તેની દીકરીનું મૃત્યુ થયું છે તેવું સામે આવ્યું છે. સીસીટીવી ફુટેજમાં તમે જોઈ શકો છો, મહિલા તેની દીકરી સાથે ઉતાવળમાં રોડ ક્રોસ કરી રહી હોય છે.
રોડ ક્રોસ કરી રહેલી મહિલા અને તેની દીકરી પર બસ ચડી ગઈ, માં અને દીકરીનું એક સાથે કરૂણ મૃત્યુ – જુઓ CCTV ફૂટેજ… pic.twitter.com/CVYG58aBlo
— GUJJU ROCKZ (@gujju_rockz) June 13, 2022
ત્યારે મા અને દીકરી બસની અડફેટેમાં આવી ગયા હતા. આ કારણોસર બંનેના કરૂણ મૃત્યુ થયા હતા. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના તેલંગાણાના રાજેન્દ્રનગરના અરામધરમાં બની હતી. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. સીસીટીવી ફૂટેજ જોઈને તમે જ કહો કે આમાં કોની ભૂલ છે..?
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment