ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક દિવસોથી જીવ લેવાની અને જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં એક પોલીસ કોન્સ્ટેબલે પોતાના ઘરે ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું છે. આ ઘટના બનતા જ ભારે ખળભળાટ મચી ગઇ હતી. પોલીસ કોન્સ્ટેબલના મૃત્યુના કારણે તેમના પરિવાર અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં માતમ છવાઇ ગયો હતો.
મૃત્યુ પામેલા પોલીસ કોન્સ્ટેબલ કાંકરેજ તાલુકાના થરા પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. પોલીસ કોન્સ્ટેબલ એ કયા કારણોસર પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. હાલમાં સમગ્ર ઘટનાને લઇને પોલીસ તપાસ કરી રહી છે.
મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા પોલીસ હેડ કોન્સ્ટેબલનું નામ બાબરજી રાઠોડ હતું. તેઓ જેટલા ગામના રહેવાસી હતા અને થરા પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. બાબરજી રાત્રે પોતાની ફરજ પૂરી કરીને ઘરે પરત ફર્યા હતા અને તેમને ઘરે આવીને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.
આ ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે બાબરજીનું મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યું હતું. ત્યારબાદ પોલીસે સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
હેડ કોન્સ્ટેબલ શા માટે આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે આવી ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. અત્યાર સુધીમાં ઘટનામાં કેટલાક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા હેડ કોન્સ્ટેબલ પાસેથી કોઇપણ પ્રકારની સુસાઈડ નોટ પણ મળી આવી નથી.
પરિવારના લોકો પણ વિચારમાં છે કે તેમને આવું પગલું શા માટે ભર્યું હશે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને કયા કારણોસર હેડ કોન્સ્ટેબલે પોતાનું જીવન ટુંકાવ્યું તેને લઈને તપાસ શરૂ કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment