પક્ષીને બચાવવા માટે કારમાંથી નીચે ઉતર્યા, ત્યારે પૂરપાટ ઝડપે જતી કારે બંનેને જબરદસ્ત ટક્કર લગાવી, બંનેના કરૂણ મૃત્યુ – વિડીયો જોઈને હચમચી જશો…

હાલમાં સોશિયલ મીડિયામાં એક હચમચાવી દેનારા વીડિયો વાયરલ થયો છે. આ વિડીયો જોઇને તમારું શ્વાસ પણ અઘ્ધર થઈ જશે. આ વિડીયો મુંબઈના બાંદરા-વર્લી સી લીંક પરથી સામે આવી રહ્યો છે. અહીં રસ્તા પર પક્ષીને બચાવવા માટે કારમાંથી બહાર નીકળેલા બે વ્યક્તિઓને એક કાર જબરદસ્ત ટક્કર લગાવે છે.

ટક્કર એટલી જોરદાર હતી કે, એક વ્યક્તિએ ઘટના સ્થળે જ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જ્યારે ઇજાગ્રસ્ત થયેલા બીજા વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ત્યાં સારવાર દરમિયાન તેનું પણ મૃત્યુ નીપજયું હતું. આ ઘટના બનતા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

આ અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. મળતી માહિતી અનુસાર આ ઘટના 30 મેના રોજ બની હતી. પરંતુ આ ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. 43 વર્ષીય અમર મનીષ જરીવાલા પોતાની કારમાં સી લીંક પરથી પસાર થઇ રહ્યા હતા.

કાર તેમનો ડ્રાઇવર ચલાવી રહ્યો હતો. આ દરમિયાન અચાનક જ એક બાજ પક્ષી તેમની કાર સાથે અથડાઈ ને રોડ પર નીચે પડ્યું હતું. આ જ સમયે મનિષે જીવ દયા બતાવીને કાર તાત્કાલિક કાર ઊભી રખાવી અને કારમાંથી નીચે ઉતરીને મનીષભાઈ અને તેમના ડ્રાઈવરે બાજને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલી એક કારે મનીષભાઈ અને તેમના ડ્રાઇવરને જબરદસ્ત ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બંને હવામાં ફંગોળાઈ રોડ પર નીચે પડ્યા હતા. આ ઘટનામાં મનીષભાઈ ઘટનાસ્થળે જ પોતાનો જીવ ગુમાવ્યો હતો જ્યારે ડ્રાઇવર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજયું હતું. મળતી માહિતી અનુસાર મૃતકના પરિવાર આરોપી કાર ચાલક સામે કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવા માંગતા નથી. પરંતુ તેમ છતાં પણ પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*