રાજકોટ શહેરમાં બનેલી એક દર્દનાક ઘટના સામે આવી છે. આ ઘટનામાં રૂ પીંજવાના મશીનમાં દુપટ્ટો ફસાવાથી બે બાળકોની માતાને ગળેફાસો લાગ્યો હતો. આ કારણોસર માતાનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું. આર દર્દનાક ઘટના રાજકોટના કોઠારિયા રોડ પર મેઘાણીનગરમાં બની હતી.
રાજકોટ શહેરના દૂધસાગર રોડ પર રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં રહેતા 28 વર્ષે રેશ્માબેન કાદરભાઈ પરમારનું મૃત્યુ નીપજયું હતું. તેમના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. ગઈકાલે રેશ્માબેન પતિ કાદર પરમાર સાથે કોઠારિયા રોડ પર કેદારનાથ સોસાયટી નજીક મેઘાણીનગરમાં રૂ પીંજવાના ઓર્ડર આવ્યો હોવાથી તેઓ પતિની મદદ કરવા માટે તેમની સાથે ગયા હતા.
આ દરમિયાન અહીં રિક્ષામાં ફીટ કરાયેલા મશીનમાં રૂ પીંજવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન ત્યાં ઉભેલા રેશ્માબેન ના ગળામાં રાખેલો દુપટ્ટો ઉડીને મશીનમાં ફસાઇ ગયો હતો. આ કારણોસર દુપટ્ટો ખેંચાઇ જવાના કારણે રેશ્માબેનને ગળેફાંસો લાગી ગયો હતો. ત્યારબાદ તેઓ બેભાન થઈ ગયા હતા.
રેશ્માબેનને બેભાન હાલતમાં સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અહીં હાજર ડોક્ટરે રેશમાં બેનને મૃત જાહેર કર્યા હતા. રેશ્માબેનનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. મૃત્યુ પામેલા રેશ્માબેનને બે બાળકો છે. રેશ્માબેન ના મૃત્યુના કારણે બંને બાળકોને માતાની છત્રછાયા ગુમાવી છે.
તેમનો એક બાળક ત્રણ વર્ષનો અને બીજો બાળક પાંચ વર્ષનો છે. આ ઘટના બનતા જ પોલીસ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. રેશ્માબેન મૃત્યુ થયા બાદ તેમના બે માસૂમ બાળકોને ચહેરા જોઈને ત્યાં હાજર તમામ લોકો રડી પડ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment