ગુજરાત રાજ્યમાં અકસ્માતના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે વલસાડની ગુંદલાવ ચોકડી પાસે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક બાઈક ચાલકે પોતાનો જીવ ગુમાવ્યો છે. વલસાડની ગુંદલાવ ચોકડી બ્રિજ ઉપર વાપી થી સુરત તરફ જતાં બાઇક ચાલકે બાઈક પરથી કાબૂ ગુમાવ્યો હતો.
આ કારણોસર બાઈક બેકાબુ થઇને ડિવાઇડર કૂદીને મુંબઈ તરફ જતી કાર સાથે બાઈક અથડાવી હતી. આ કારણોસર ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં બાઇક ચાલક યુવકનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ નીપજયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા.
ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. અકસ્માતના પગલે ઘટનાસ્થળે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અશોકભાઈ ચૌધરીનું પરિવાર પાલનપુરથી પોતાના પરિવાર સાથે GJ 08 CK 8371 નંબરની કાર લઈને મુંબઈ થઈ રહ્યા હતા.
આ દરમિયાન રસ્તામાં ગુંદલાવ ચોકડી બ્રિજ ઉપર વાપી તરફથી આવતી એક બાઇક ડિવાઇડર કૂદીને તેમની કાર સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈક ચાલકનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. અકસ્માત બન્યા બાદ આસપાસના લોકોએ આ ઘટનાની જાણ 108 ની ટીમ અને વલસાડ રૂરલ પોલીસને કરી હતી.
ઘટનાની જાણ થતાં બંનેના ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. અકસ્માતના પગલે સુરત-મુંબઇ રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું અને સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે ઘટના સ્થળે થયેલું ટ્રાફિક દૂર કરીને રસ્તો વાહન વ્યવહાર માટે ફરીથી શરૂ કર્યો હતો. યુવકના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. કયા કારણોસર અચાનક બાઈક બેકાબુ થઇ તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment