ગુજરાત રાજ્યમાં છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત અન્ય જગ્યા ઉપર વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજરોજ ફરી એક વખત સાવરકુંડલા તાલુકામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. સતત બે દિવસથી ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલના કારણે ગામના લોકોને ગરમીથી રાહત મળી છે.
વરસાદના કારણે વાતાવરણમાં એક ઠંડક પ્રસરી ગઇ હતી. ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાકમાં ભારે પવન સાથે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગામનો વિસ્તારમાં સતત બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અનેક વિસ્તારોમાં તો વરસાદ પણ વરસી રહ્યો છે. સાવરકુંડલાના અનેક વિસ્તારોમાં વરસાદના કારણે સોસાયટીમાં પાણી ઘુસી ગયા છે.
ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ અમરેલી જિલ્લામાં 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. ભારે પવન સાથે વરસાદી ઝાપટું પણ આવશે. સાવરકુંડલા અને લાઠી તાલુકામાં ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પાણીથી રેલમછેલ થઇ ગયા હતા.
આટલું જ નહીં પરંતુ શેત્રુંજી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. ધોધમાર વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો તળાવમાં ફેરવાયેલા જોવા મળ્યા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ ભીમ અગિયારસ બાદ ખેડૂતો માટે વાવણીલાયક વરસાદ પડશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment