ઉજ્જૈન દર્શન કરવા જઈ રહેલા પરિવારને રસ્તામાં નડ્યો અકસ્માત, કાકા અને ભત્રીજાનું કરુણ મૃત્યુ…

સોમવારના રોજ બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં કાકા અને ભત્રીજા એ પોતાનો જીવ ગુમાવ્યો છે. એક પરિવાર ઉજ્જૈન મહાકાલના દર્શન કરવા જઇ રહ્યું હતું, ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડયો હતો. આ અકસ્માતની ઘટના મધ્યપ્રદેશના ખાચરોડ પાસે બની હતી.

એક સ્કોર્પિયો કારમાં સવાર થઈને પરિવારના 10 સભ્યો ઉજ્જૈનને મહાકાલના દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં એક બાઈક સવારને બચાવવા જતાં સ્કોર્પિયો કાર બેકાબુ થઇને પલટી ખાઈ જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતના પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. આ અકસ્માતની ઘટનામાં દિલીપ કટારા નામના શિક્ષક અને તેમના 17 વર્ષના ભત્રીજા વિશ્વાસનું કરુણ મૃત્યુ નીપજયું હતું. વિશ્વાસ ITIનો વિદ્યાર્થી હતો. આ અકસ્માતની ઘટનામાં કારમાં સવાર અન્ય લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

અકસ્માતની ઘટનાને પગલે સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેઓએ આ અકસ્માતની ઘટનાની જાણ પોલીસ અને એમ્બ્યુલન્સને કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જ્યારે મૃત્યુ પામેલા કાકા અને ભત્રીજા ના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ તેમના મૃતદેહને પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા હતા. કાકા અને ભત્રીજાનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર જ્યારે અકસ્માતની ઘટના બની ત્યારે દિલીપ કટારા વાહન ચલાવી રહ્યા હતા. આ દરમિયાન સામેથી આવી રહેલા બાઇકચાલકને બચાવવા જતા સ્કોર્પિયો કાર બેકાબુ થઇને પલટી ખાઈ ગઈ હતી. આ કારણોસર ગંભીર અકસ્માત સર્જાયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*