બે દિવસ પહેલા બનેલી એક દર્દનાક ઘટના સામે આવી છે. આ ઘટનામાં ગામમાં બાંધેલી ડિગ્ગીમાં ડૂબી જવાના કારણે ત્રણ બાળકોના કરૂણ મૃત્યુ થયા છે. મળતી માહિતી અનુસાર આ દર્દનાક ઘટના બિકાનેરમાં બની હતી. આ ઘટનામાં 10 વર્ષીય, 16 વર્ષીય અને 18 વર્ષીય બાળકોનું કરૂણ મૃત્યુ થયું હતું.
મળતી માહિતી અનુસાર આ ઘટના 28 મેના રોજ બિકાનેર પુગ્લ ગામથી લગભગ 5 કિલોમીટર દૂર ભાનીપુરી બની હતી. અહીં ગામમાં બાંધેલી ડિગ્ગી પાસે ત્રણ બાળકો બકરી ચલાવી રહ્યા હતા. ઉનાળાની કાળઝાળ ગરમીના કારણે એક બાળકો નાહવા માટે ડિગ્ગીમાં નીચે ઉતર્યા હતા. આ દરમિયાન તે ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યો હતો.
તેને ડૂબતો જોઈને તેને બચાવવા માટે અન્ય બે બાળકો ડિગ્ગીમાં ઉતર્યા હતા. આ દરમિયાન ત્રણેય બાળકો ઉંડા પાણીમાં ડૂબી ગયા હતા. આ કારણોસર ત્રણના કરૂણ મૃત્યુ થયા છે. શનિવારના રોજ સાંજના સમયે આ ઘટનાની જાણ પોલીસને થઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
ત્યારબાદ બાળકોના મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા. આ ઘટનામાં 10 વર્ષીય ઉપેન્દ્રસિંહ, 18 વર્ષીય કાલુ સિંહ અને 16 વર્ષીય રામસિંહનું કરૂણ મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર શનિવારના રોજ ઉપેન્દ્રસિંહ તેના દાદા પ્રેમસિંહના ઘરે આવ્યો હતો. આ દરમિયાન પ્રેમસિંહના ભાઈ નરપતસિંહનો પુત્ર કાલુ સિંહ અને રાજુસિંહનો પુત્ર રામસિંહ સાથે ઉપેન્દ્ર બકરીઓને લઈને બહાર નીકળ્યો હતો.
આ દરમિયાન તેમની સાથે આ ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર વહીવટીતંત્રની સોમવારના રોજ મીડિયા દ્વારા આ ઘટનાની માહિતી મળી હતી. આ ઉપરાંત રવિવારના રોજ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ બાળકોના મૃતદેહને તેમનાં પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment