હાલમાં બનેલી એ ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં પુરપાટ ઝડપે જતા એક ટ્રકે બાઇકને જબરદસ્ત ટક્કર લગાવી હતી. જેના કારણે બાઇક પર સવાર 15 વર્ષના બાળકનું કરૂણ મૃત્યુ થયું છે. જ્યારે આ અકસ્માતની ઘટનામાં પિતરાઈ ભાઈને સામાન્ય ઈજા પહોંચી છે.
અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. અકસ્માતની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને મૃત્યુ પામેલા બાળકના મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ બાળકના મૃતદેહને પરિવારજનોને સોંપી દેવામાં આવ્યું હતું.
સમગ્ર ઘટનાને લઈને પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના કરૌલીના લંગરામાં બની હતી. આ અકસ્માતની ઘટનામાં 15 વર્ષીય રાજેન્દ્ર નાના બાળકનું કરૂણ મૃત્યુ થયું છે. રાજેન્દ્ર ધોરણ 9માં અભ્યાસ કરતો હતો.
મળતી માહિતી અનુસાર રાજેન્દ્ર બુધવારના રોજ મોડી સાંજે તેના પિતરાઈ ભાઈ રામકિશોર સાથે સબંધી બહેનને મળવા માટે બાઇક પર જઇ રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં એક પુરપાટ ઝડપે જતા ટ્રકે બાઈકને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ ઘટનામાં રાજેન્દ્ર ગંભીર ઈજા પહોંચી હતી.
જ્યારે રામ કિશોરને સામાન્ય ઈજા પહોંચી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ રામકિશોર એ આ ઘટનાની જાણ પરિવારજનોને કરી હતી. ઘટનાની જાણ થતાં પરિવારજનો ઘટના સ્થળે પહોંચી આવ્યા અને રાજેન્દ્રને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. પરંતુ ત્યાં હાજર ડોક્ટરે રાજેન્દ્રને મૃત જાહેર કર્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment