છેલ્લા થોડા દિવસોથી જીવન ટૂંકાવવાના બનાવો ખૂબ જ વધી ગયા છે. ત્યારે એક ડેરીના માલિકે કારમાં ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. મળતી માહિતી અનુસાર આ ઘટના સોમવારના રોજ મોડી રાત્રે ઉજ્જૈન કોઠી રોડ પર માધવ સાયન્સ કોલેજ પાસે બની હતી. મોડી રાત્રે રોડ પર એક કારમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યું હતું.
મૃત્યુ પામેલા યુવકની ઓળખ કમલેશ કલવાણી તરીકે થઈ છે. કમલેશ કારમાં ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. પોલીસ તપાસ દરમિયાન પોલીસને એક સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં કમલેશે મૃત્યુ પાછળ પોતાને જવાબદાર ગણાવ્યો છે. મળતી માહિતી અનુસાર કમલેશની ઉંમર 38 વર્ષની હતી.
મળતી માહિતી અનુસાર પોલીસને રાત્રી પેટ્રોલીંગ દરમિયાન સાયન્સ કોલેજ પાસેથી રાત્રે 2.30 વાગ્યાની આસપાસ રોડ પર પડેલી એક કારમાંથી કમલેશ મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ પોલીસે કમલેશ ના મૃતદેહને કારમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યું હતું.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપ્યો હતો. પ્રાથમિક તપાસ અનુસાર જાણવા મળી રહ્યું છે કે, કમલેશ પોતાની પત્નીથી અલગ રહેતો હતો. તેને 8 વર્ષનો દીકરો છે. કમલેશનો છુટાછેડાનો કેસ ચાલી રહ્યો હતો. પોલીસની કમલેશ પાસેથી સુસાઇડ નોટ મળી આવી હતી.
સુસાઇડ નોટમાં કમલેશ એ લખ્યું હતું કે, હું કોઈના પણ દબાણ વગર આ પગલું ભરી રહ્યો છું. જો મને કંઇ થશે તો તેનો જવાબદાર હું જ છું. હું બાળપણથી જ શાહી જીવન જીવી રહ્યો છું. પરંતુ મારી ભૂલોના કારણે એવું જીવન બનાવ્યું છે, જેના કારણે હું મારી જાતને પણ જોઈ નથી શકતો. હું અત્યારે ટાઈમપાસ કરું છું. હું આવી જિંદગી જીવી ન શકું. પપ્પા કહેતા હતા, જે આવું પગલું ભરે છે તેને નરકમાં પણ સ્થાન નથી મળતું.
પરંતુ મારું જીવન તો ન કરતાં પણ ખરાબ થઈ ગયું છે. જો શક્ય હોય તો મને માફ કરી દેજો. હું સારો પિતા બની ન શક્યો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. કમલેશના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. કમલેશના મૃત્યુના કારણે આઠ વર્ષના દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment