હાલમાં જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી જાય છે. ત્યારે સરકારી શાળાની મહિલા શિક્ષિકાએ ઘરમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ દુઃખદાયક ઘટના શનિવારના રોજ લગભગ સવારે 9 વાગ્યાની આસપાસ બની હતી. ત્યારે આ ઘટના બની ત્યારે મહિલાનો પતિ પોતાની 2 મહિનાની દીકરી સાથે રૂમની બહાર હતો. મહિલાનો પતિ પોતાની બે મહિનાની દિકરીને હીંચકા નાખી રહ્યો હતો.
આ દરમિયાન મહિલા શિક્ષિકાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. ઘટના બનતા ભારે અફરાતફરી મચી ગઇ હતી, ઉપરાંત ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ મળી આવી છે. હાલમાં પોલીસે આ અંગે કોઈપણ પ્રકારનો ખુલાસો કર્યો નથી.
આ સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી મહિલાના શિક્ષિકાના પિતાએ દીકરીના સાસુ-સસરા અને પતિ વિરુદ્ધ દહેજ અને જીવ લેવાનો ગુનો દાખલ કર્યો છે. આ સમગ્ર ઘટના અજમેરના બીજાર નગરમાં બની છે. મૃત્યુ પામેલી મહિલાનું નામ મીરા મેઘવંશી હતું અને તેની ઉંમર 26 વર્ષની હતી. મીરા સરકારી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી.
મળતી માહિતી અનુસાર મીરાએ શનિવારના રોજ સવારે નવ વાગ્યાની આસપાસ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. જ્યારે મીરાનો પતિ રૂમમાં ગયો ત્યારે તેને મીરાનું મૃતદેહ લટકતી હાલતમાં થયું હતું. ત્યારબાદ તેને મીરાને ત્યાંથી નીચે ઉતારીને સારવાર માટે સરકારી હોસ્પિટલ લઈ ગયો હતો.
પરંતુ ત્યાં હાજર ડોક્ટરે મીરાને મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ મળી આવી છે પરંતુ સુસાઇડ નોટમાં શું લખ્યું છે તે પોલીસે જાહેર કર્યું નથી.
સમગ્ર ઘટનાને લઇને મીરાના પિતા ગોપીલાલભાઈ મીરાના સાસુ-સસરા અને મીરાંના પતિ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દહેજ અને જીવ લેવાની ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે મીરાના સાસુ-સસરા અને પતિ મીરાને દહેજ માટે સતત પરેશાન કરતા હતા. 5 લાખ રૂપિયા દહેજ લેવાનું દબાણ કરતા હતા. હાલમાં સમગ્ર તને લઈને કાર્યવાહી ચાલી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment