આજકાલ અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે. જેમાં અકસ્માતના કારણે એક જ ક્ષણમાં હસતો ખેલતો પરિવાર વિખરાઈ ગયું હોય છે. આ અકસ્માતની ઘટનામાં એક ટ્રક ચાલકે બે બાઇક સવાર યુવકને અડફેટમાં લીધા હતા. જેમાંથી એક યુવકનું કરુણ મૃત્યુ થયું છે.
આ અકસ્માતની ઘટના નિર્માણાધીન કોટા-બુંદી ફોરલેન રોડના વન-વે ટ્રાફિકમાં, બેલોપ ફ્લાયઓવર પર કોટાથી તાલેરા તરફ જતા રસ્તા પર બની હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ ઈજાગ્રસ્ત થયેલા બંને યુવકો 20 મિનિટ સુધી રોડ પર પડ્યા રહ્યા હતા. આ અકસ્માતની ઘટનામાં 23 વર્ષીય મનીષનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું.
જ્યારે 24 વર્ષીય વિજય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો, તેની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર બંને બાઇક સવાર યુવકો એક જ વિસ્તારના રહેવાસી છે. બંને ફોટોગ્રાફર છે. જે ફોટોગ્રાફીના કામ માટે બહારગામ જવા માટે નીકળ્યા હતા.
આ દરમિયાન રસ્તામાં એક ટ્રકચાલકે બંનેને જબરદસ્ત ટક્કર લગાવી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી પોલીસે ફરાર થઇ ગયેલા ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મનીષના મૃત્યુની જાણ પરિવારજનોને થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. ત્યારે હાલમાં જાગ્રત થયેલા વિજયની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. અકસ્માતની ઘટના બન્યા બાદ વીસ મિનિટ સુધી મનીષ અને વિજય બંને રોડ પર ઈજાગ્રસ્ત હાલતમાં પડયા રહ્યા હતા.
20 મિનિટ બાદ આસપાસના લોકો ત્યાં પહોંચ્યા અને વિજયને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસે મનીષ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યું હતું. હાલમાં પોલીસે સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment