હાલમાં બનેલી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ઓવરટેક કરતી વખતે એક ખાનગી બસ ટ્રેલર સાથે અથડાઈ હતી. આ અકસ્માતની ઘટનામાં એક બાળક સહિત 4 લોકોના કરૂણ મૃત્યુ થયા છે. જ્યારે 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર આ અકસ્માતની લગ્ન આજરોજ સવારે લગભગ 5.30 વાગ્યાની આસપાસ બની હતી. બસ જયપુર જઈ રહી હતી ત્યારે રસ્તામાં તેને અકસ્માત નડયો હતો. મળતી માહિતી અનુસાર ઉદયપુર થી આવતી ખાનગી બસ જયપુર જઈ રહી હતી.
ત્યારે માનસિંહજી કા ગુડા ગામ પાસે બસ ઓવરટેક કરવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન બસચાલક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવે છે. જેના કારણે ખાનગી બસ એક ટ્રેલરમાં ઘુસી ગઈ હતી. અકસ્માતના કારણે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા.
લોકોએ ઈજાગ્રસ્ત લોકોને બસમાંથી બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ મોકલ્યા હતા. ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યા છે.
આ અકસ્માતમાં ઘટનામાં એક બાળક સહિત ચાર લોકો એ ઘટના સ્થળે પોતાના જીવ ગુમાવ્યા હતા. અકસ્માતની ઘટના બની ત્યારે જોરદાર અવાજ આવ્યો હતો. તેના કારણે આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતના કારણે આસપાસના વિસ્તારમાં માતમ છવાઇ ગયો હતો.
ઘટનાની જાણ થતાં કલેકટર પણ ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા. અકસ્માતના કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે બસનો એક ભાગ સંપૂર્ણ રીતે ભાંગીને ભૂકો થઇ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment