રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં પ્રેમ સંબંધના મુદ્દે એક યુવાનનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. જેમાં આ ઘટનાને લઈને પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, બહેનને પ્રેમી સાથે વાત કરતાં જોઈ ગયેલા ભાઈએ પોતાના મિત્ર સાથે મળીને પ્રેમી પર પ્રહાર કર્યા હતા. આ ઘટનામાં પ્રેમી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
ત્યારબાદ ઈજાગ્રસ્ત થયેલા પ્રેમીને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી તેને વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવતો હતો. ત્યારે રસ્તામાં તેનું કરૂણ મૃત્યુ થયું હતું. ત્યારે બીજી તરફ પ્રેમી પર પ્રહાર કરવામાં આવ્યા છે તેવી વાતની જાણ થતાં યુવતીએ પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.
મળતી માહિતી અનુસાર જંગલેશ્વર વિસ્તારમાં આવેલ રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા 22 વર્ષીય મિથુન નામના યુવાનને મંગળવારના રોજ ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે પૂછવામાં આવ્યું શું થયું છે ત્યારે કહેવામાં આવ્યું કે મિથુન સીડી પરથી પડી ગયો છે તેથી તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. હોસ્પિટલ ચોકએ કરેલી પ્રાથમિક પૂછપરછ બાદ તેઓએ આ ઘટનાની જાણ ભક્તિનગર પોલીસને કરી હતી.
ભક્તિનગર પોલીસ ઇજાગ્રસ્ત યુવાનની પૂછપરછ કરવા પહોંચે તે પહેલાં તો તેને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. પરંતુ અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચે તે પહેલા તો તેનું રસ્તામાં જ કરૂણ મૃત્યુ થયું હતું. ત્યારે બુધવારના રોજ સવારે રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતી 19 વર્ષની યુવતી પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
ઘટનાની જાણ થતા ભક્તિનગર પોલીસ સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી. જ્યારે પોલીસ દ્વારા યુવતીને પૂછવામાં આવ્યું કે કયા કારણોસર આ પગલું ભર્યું. ત્યારે યુવતીએ જણાવ્યું કે, તેના પડોશમાં રહેતા મિથુન નામના યુવક સાથે આંખ મળી જતા બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.
બંને સરખી વાતચીત કરી શકે તે માટે મિથુનને યુવતીને મોબાઈલ પર લઇ આપ્યો હતો. બંને રોજ ફોન પર વાત કરતા હતા. ત્યારે એક દિવસ યુવતી ફોન પર વાત કરી રહી હતી. ત્યારે તેનો ભાઈ તેને જોઈ ગયો હતો અને યુવતી પાસેથી મોબાઇલ લઇ લીધો હતો. મોબાઇલમાં ભાઈએ મિથુનના ફોટા જોયા હતા અને ભારે રોષે ભરાયા હતા.
ત્યારબાદ મિથુનને બોલાવીને ઘર પાસે તેના પર પ્રહાર કર્યા હતા. આ ઘટનામાં મિથુન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ વાતની જાણ યુવતીને થતાં યુવતીએ પોતાના જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આ સમગ્ર ઘટનાને લઇને યુવતીના ભાઇ અને ભાઈના મિત્રની ધરપકડ કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment