ગુજરાતના ખેડા જિલ્લામાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટના રવિવારના રોજ બની હતી. આ અકસ્માતની ઘટનામાં એક જ ગામના ત્રણ લોકોના કરૂણ મૃત્યુ થયા છે. આ ઘટનામાં એક પતિ-પત્ની સહિત અન્ય એક મહિલાનું કરુણ મૃત્યુ નીપજયું હતું. ખેડા પાસે કનેરા હાઈવે પર રોંગ સાઇડમાં આવી રહેલા ટેન્કરે 2 બાઇક અને એક રિક્ષાને જબરદસ્ત ટક્કર લગાવી હતી.
આ ઘટનામાં ત્રણ લોકો કાળનો કોળિયો બની ગયા છે. અકસ્માત બન્યા બાદ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા ખેડા ટાઉન પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઇને અકસ્માતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. ખેડા તાલુકાના ભગુપુરા તાબે સારસા ગામે રહેતા 42 વર્ષિય કનૈયાલાલ જેસીંગભાઇ સોલંકી પોતાના પરિવાર સાથે રહે છે.
કનૈયાલાલને બે દીકરીઓ અને એક દીકરો છે. કનૈયાલાલના દિકરા અશોકના અમદાવાદના વટવા ખાતે લગ્ન થયા હતા. ત્યારે લગભગ રવિવાર ના રોજ બપોરે ત્રણેક વાગ્યાની આસપાસ અશોક પોતાના મિત્રની GJ 07 CG 2191 નંબરની પલ્સર બાઈક લઈને પોતાની પત્ની નીલમબેને લેવા માટે ગયો હતો. પત્નીને લઈને અશોક સારસા આવી રહ્યો હતો.
ત્યારે સાંજના સમયે લગભગ સાડા સાત વાગ્યાની આસપાસ કનેરા ગામ નજીક નેશનલ હાઇવે 48 પર રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે રોંગ સાઈડમાં પુરપાટ ઝડપે આવતા GJ 01 DV 8332 નંબરના ટ્રકે ત્રીજી લાઈનમાં ચાલી રહેલી એક બાઇકને ટક્કર લગાવી હતી. સાત સાત અન્ય એક બાઇકને પણ ટક્કર લગાવી હતી. આ ઘટનામાં પલ્સર બાઈક પર સવાર અશોક અને તેની પત્ની નીલમ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
જ્યારે અન્ય બાઈક પર સવાર ભાવનાબેન નામના મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતની ઘટનામાં અશોકભાઈ તેમની પત્ની નીલમ અને ભાવનાબેન ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યા હતા.
ભાવનાબેન ના મૃત્યુના કારણે 17 વર્ષના દીકરાએ માતાની છત્રછાયા ગુમાવી છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા ત્રણેય લોકો એક જ ગામના હતા. એક સાથે ગામમાં ત્રણ અર્થી ઉઠતા મૃતકના પરિવારજનો અને ગામના લોકો હિબકે ચડ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment