હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર માંગરોળ ઝંખવાવ રાજ્ય ધોરીમાર્ગ પર મોસાલી ચાર રસ્તા પર ગળકાછ ગામ વચ્ચે ઈકો કાર અને બાઈક વચ્ચે ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઇક ચાલક યુવકનું કરુણ મૃત્યુ થયું હતું.
મળતી માહિતી અનુસાર બાઈક ચાલક યુવક પોતાના મિત્રો સાથે સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં ગયો હતો. રાત્રે લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં કંઈ અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા બાઇક ચાલક યુવકનું નામ અમિત અશોકભાઈ વસાવા હતું.
તે માંગરોળ તાલુકાના કેવડી કુંડા ગામે નિશાળ ફળિયામાં રહેતો હતો. મળતી માહિતી અનુસાર અમિત વાલીયા તાલુકાના કરા મેરા ગામે સંબંધીને ત્યાં પોતાના મિત્રો સાથે લગ્ન પ્રસંગમાં ગયો હતો. લગ્ન પ્રસંગ બતાવીને તે રાત્રે પોતાની બાઈક લઈને ઘરે આવવા માટે નીકળ્યો હતો.
અમિતના મિત્રો લગ્ન પ્રસંગમાં રોકાયા હતા. અમિત એકલો બાઇક પર ઘરે આવી રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં GJ 19 B 6528 નંબરના ઇકો કાર ચાલકે અમિતની બાઇકને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ ઘટનામાં અમિતના માથાના અને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ કારણોસર તેનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું.
ત્યારે બીજી તરફ ઇકો કાર ગટરમાં પલ્ટી ખાઇ ગઇ હતી. આ ઘટનામાં ઇકો કાર ચાલકને સામાન્ય ઇજા પહોંચી છે. જવાન દીકરાનું મૃત્યુ થતા પરિવાર અને ગામમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. આ સમગ્ર ઘટનાને લઇને માંગરોળ પોલીસે તપાસ હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment