ભાઈ 7 દિવસ પહેલા બહેનની ડોલી ઉઠાવી હતી, બહેનના લગ્નના 7 દિવસ બાદ ભાઈનું મૃત્યુ, દીકરાની અર્થી ઉઠી ત્યારે માતા રડતા રડતા બોલી કે…

આજકાલ દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી જાય છે. ત્યારે ગ્રેટર નોઇડામાં બનેલી એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના શનિવારના રોજ રાત્રે બની હતી. એક પુરપાટ ઝડપે જતી કારે 2 વિદ્યાર્થીઓ અને 3 વિદ્યાર્થિનીઓને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ ઘટનામાં 23 વર્ષીય આયુષ શર્માનું કરૂણ મૃત્યુ થયું હતું.

આયુષ શર્મા આગ્રાનો રહેવાસી હતો. સાત દિવસ પહેલા પિતા સંજીવ શર્માની એકની એક દીકરીના લગ્ન હતાં. ત્યારે મૃતકે બહેનની ડોલીને ખંભો આપ્યો હતો. આયુષના મૃત્યુના સમાચાર સાંભળીને બહેન બેભાન થઈ ગઈ હતી. જ્યારે આયુષનુ મૃતદેહ ઘરે આવ્યો, ત્યારે બહેન મૃતદેહને ગળે લગાવીને ધ્રુસકેને ધ્રુસકે રડી રહી હતી.

આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર તમામ લોકોની આંખમાં આંસુ આવી ગયા હતા. આયુષના મમ્મી રડતા રડતા માત્ર એક જ વાત કહી રહ્યા હતા કે જવાની એટલી બધી શું ઉતાવળ હતી? આયુષના અંતિમ સંસ્કારમાં અંતિમયાત્રામાં જોડાયેલા તમામ લોકોની આંખમાં આંસુ આવી ગયા હતા. આયુષ યુનિવર્સિટીમાં બીટેક કરી રહ્યો હતો.

બહેનના લગ્ન હોવાના કારણે તે સાત દિવસની રજા લઈને ઘરે આવ્યો હતો. શનિવારના રોજ રાત્રે 11 વાગ્યાની આસપાસ આયુષ તેના મિત્રો સાથે ભોજન કર્યા બાદ હોસ્ટેલ જવા માટે નીકળ્યો હતો. ત્યારે રોડ ક્રોસ કરતી વખતે પુરપાટ ઝડપે જતી એક કારે આજે વિદ્યાર્થીઓને જબરદસ્ત ટક્કર લગાવી હતી.

આ ઘટનામાં આયુષનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. આયુષના મૃત્યુના સમાચાર સાંભળીને માતા-પિતા ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડયા હતા અને આયુષ્યની બહેન બેભાન થઈ ગઈ હતી. રવિવારના રોજ આયુષ્યનું મૃતદેહ ઘરે પહોંચતા જ પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.

આયુષની અર્થી ઉઠતા જ માતા-પિતા અને બહેનની હાલત દયનીય બની ગઈ હતી. આ દ્રશ્ય જોઈને બધાની આંખમાં આંસુ આવી ગયા હતા. આયુષ ગુરૂવારના રોજ તેની બહેનને સાસરે થી લઈને આવ્યો હતો. સોમવારના રોજ તેની બહેન સાસરે જવાની હતી.

આયુષે શુક્રવારના રોજ અગાઉ કોલેજ જવાની વાત કરી હતી. ત્યારે આયુષ તેની માતાએ તેને શનિવાર અને રવિવારે રોકાવાનું કહ્યું હતું. પરંતુ આયુષ અગાઉ કોલેજ જવા માગતો હતો. આયુષ ની અર્થી ઉઠી ત્યારે આયુષની વાર્તા રડતા રડતા કહેતી હતી કે, આટલી બધી તો શું ઉતાવળ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*