આપણા દેશની પવિત્ર ધરતી પર ઠેર ઠેર મંદિરો જોવા મળે છે અને ભકતો પણ દેવી-દેવતાઓ પર ખૂબ જ શ્રદ્ધા રાખીને મંદિરે દર્શનાર્થે જતાં હોય છે. ત્યારે એવા પણ મંદિર છે કે જેના વિશે ચમત્કારો થયા હોય છે જ્યાં આજે આપણે એક એવા જ મંદિર વિશે વાત કરવા જઈ રહ્યા છે કે જ્યાં હનુમાનદાદા સાક્ષાત બિરાજમાન છે. દાદાનો મહિમા અપરંપાર છે.
ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે જો ભગવાન ઉપર ખૂબ જ શ્રદ્ધા રાખવામાં આવે તો તે ભક્ત પર અવશ્ય સ્વયંભૂ પ્રગટ થતા હોય છે. એવામાં હનુમાનદાદાનું એક એવું મંદિર છે કે જેને ભુરખીયા હનુમાન દાદા તરીકે ઓળખાય છે તેનો મહિમા અપરંપાર છે. આ મંદિર વિશે વિસ્તૃતમાં વાત કરીએ તો ભુરખીયા દાદાનું મંદિર લાઠીના દામનગરમાં આવેલું છે કે જ્યાં હનુમાન દાદા સ્વયંભૂ પ્રગટ થતા હોય છે.
એવામાં એક દાણોદર દાસ બાપુને હનુમાન દાદા એ સપનામાં આવીને જણાવ્યું હતું કે હું લાઠી અને દામનગર ની વચ્ચે આવેલ એક ટેકરી પર સ્વયંભૂ પ્રગટ થઈશ ત્યારે દાણોદર દાસ બાપુ અહીંના લોકોને આ વાત જણાવી હતી. તેથી જ દાદાની મૂર્તિની સ્થાપના અહીં લાઠી અને દામનગરની વચ્ચે આવેલ એક ટેકરી પર કરવામાં આવી અને ત્યારથી હનુમાન દાદાની પૂજા દાણોદરદાસ બાપૂ કરે છે અને ધન્યતા અનુભવે છે.
આ મંદિરમાં આવતા દરેક ભક્તોની દરેક મનોકામના પણ ભૂરખીયા હનુમાન દાદા પૂર્ણ કરે છે એટલું જ નહીં પરંતુ લાખો ભકતોને દાદાએ ચમત્કાર પણ બતાવ્યા છે. તેથી જ કહી શકાય કે અહીં હનુમાનદાદા સાક્ષાત બિરાજમાન પણ હોઈ શકે છે. એવામાં આ મંદિરે દર્શનાર્થે આવતા ભક્તો અહીં આવીને શાંતિ અનુભવે છે અને મંદિર માં પ્રસાદી પણ આપવામાં આવે છે.
આ મંદિર વિશે વિસ્તૃતમાં વાત કરીએ તો આ મંદિરમાં દર્શનાર્થે આવતા ભક્તોની મનોકામના પણ પૂર્ણ કરે છે. ત્યારે ભકતો માટે રહેવાની અને જમવાની પણ સગવડો આ ભુરખીયા હનુમાન દાદાના મંદિરે ઉપલબ્ધ છે. તેથી જ અહીં લોકો દૂર દૂરથી આવીને ભુરખીયા હનુમાન દાદા ના આશીર્વાદ લે છે અને ધન્યતા અનુભવે છે.
ભુરખીયા હનુમાન દાદા એ તો કષ્ટભંજન દેવ કહેવાય. ભક્તોના દુઃખ દૂર કરે છે અને મનોકામના પૂર્ણ કરે છે. હનુમાનદાદા નો મહિમા અપરંપાર હોવાથી આ મંદિરે હજારોની સંખ્યામાં લોકો દર્શનાર્થે આવે છે અને શાંતિ ની અનુભૂતિ પણ કરે છે. ત્યારે કહેવાય છે કે ભકતો પોતાની બધી જ તકલીફો આ દાદાને આપીને જશે અને દાદા ભક્તોની બધી જ સમસ્યાઓ દૂર કરે છે અને ભકતો પણ હસતા મોઢે ઘરે પરત ફરે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment