આજકાલ જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. લોકો પ્રેમ સંબંધમાં, કોઈના ત્રાસથી કંટાળીને અથવા તો અંગત કારણોસર પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે. ત્યારે અલીગઢમાં મંગળવારના રોજ એક મોલમાં એક દીકરીએ ચોથા માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.
મળતી માહિતી અનુસાર દીકરીએ મોલના ચોથા માળેથી મૃત્યુની છલાંગ લગાવી હતી. ત્યારબાદ દીકરીને સારવાર માટે ઈજાગ્રસ્ત હાલતમાં દિનદયાલ જોઇન્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું કરૂણ મૃત્યુ થયું હતું. ત્યારે આ ઘટના બની ત્યારે મોલમાં સીકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતો એક વ્યક્તિ ત્યાં હતો.
તેને સમગ્ર ઘટનાને લઇને જણાવ્યું કે, દીકરી અસ્તવ્યસ્ત દેખાતી હતી. તે ઘણા સમયથી મોલમાં મલ્ટિપ્લેક્સ ખૂણા પાસે રેલિંગની આજુબાજુ આંટા મારતી હતી. ત્યારબાદ તેને અચાનક જોરથી ચીસ પાડી અને ચોથા માળેથી નીચે પડી ગઈ હતી.
આ ઘટના બનતા મોલના સ્ટાફે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી દીકરીનું નામ લલીતા હતું અને તેની ઉંમર 22 વર્ષની હતી. લલીતા રામઘાટ રોડ પર દેવસૈની ગામની રહેવાસી હતી.
લલિતાએ મંગળવારના રોજ મોલાના ચોથા માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટના લગભગ સાંજના પાંચ વાગ્યાની આસપાસ બની હતી. આ ઘટના બન્યા બાદ યુવતીને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતુ ત્યાં તેનું મૃત્યુ થયું હતું.
ત્યારબાદ આ ઘટનાની જાણ યુવતીના પરિવારજનોને કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર યુવતી ભૂલથી પડી ગઈ કે તેણે જાતે જ પોતાનું જીવન ટુંકાવ્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. હાલમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment