હાલમાં બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. આ ઘટનામાં પતિના મૃત્યુના એક કલાક બાદ પત્નીએ બ્રિજ પરથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના બનતાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. આ ચોંકાવનારી અને દુઃખદાયક ઘટના મધ્યપ્રદેશના ભોપાલમાં બની હતી. મળતી માહિતી અનુસાર ભોપાલમાં ડોક્ટર પતિના મૃત્યુનો આઘાત સહન ન કરી શકી અને પ્રોફેસર પત્નીએ બ્રિજ પરથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.
મળતી માહિતી અનુસાર પતિના મૃત્યુના એક કલાક બાદ પત્નીએ આ પગલું ભર્યું હતું. હેમરેજ ના કારણે પત્નીનું કરૂણ મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર પતિના મૃત્યુ થઇ ગયા બાદ પત્ની ડોક્ટરને કહી રહી હતી કે, હવે આ દુનિયામાં મારું કોઈ નથી. એમ કહીને પત્ની હોસ્પિટલ માંથી નીકળી ગઈ હતી. ત્યારબાદ એક બ્રિજ પરથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.
મળતી માહિતી અનુસાર મંગળવારે એક સાથે પતિ અને પત્નીની અર્થી પરિવારજનો હિબકે ચઢ્યા હતા. મળતી માહિતી અનુસાર 47 વર્ષીય ડોક્ટર પરાગ પાઠકના પત્ની ભાભા મેડિકલ કોલેજમાં પ્રોફેસર હતા. મળતી માહિતી અનુસાર 28 એપ્રિલના રોજ સવારે લગભગ 9 વાગ્યાની આસપાસ ડોક્ટર પરાગ પાઠકની તબિયત લથડી પડી હતી.
ત્યારે પરાગ પાઠકની પત્ની પ્રીતિએ તેમને પાણી પીવડાવ્યું હતું અને ત્યાર બાદ સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર ડોક્ટર પરાગ પાઠકના મગજમાં હેમરેજના કારણે તેમની હાલત ખુબ જ ગંભીર બની ગઇ હતી. બીજા દિવસે તેમને સર્જરી કર્યા બાદ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.
2 તારીખ આસપાસ લગભગ બે વાગ્યાની આસપાસ ડોક્ટર પરાગનું કરૂણ મૃત્યુ થયું હતું. પતિના મૃત્યુના સમાચાર સાંભળીને પત્નીને મોટો આઘાત લાગ્યો હતો. પરાગ પાઠકના મૃત્યુ બાદ પત્નીએ ડોક્ટરને કહ્યું હતું કે, હવે મારે જીવવાનો કોઈ અર્થ નથી. આ દુનિયામાં મારું કોઈ નથી.
આટલું કહીને પરાગ પાઠકની પત્ની પ્રિતી હોસ્પિટલ માંથી નીકળી ગઈ હતી. ત્યારબાદ પ્રીતિએ એક બ્રિજ પરથી મૃત્યુની છલાંગ લગાવી હતી. મળતી માહિતી અનુસાર જ્યારે પરાગ પાઠકનું મૃત્યુ થયું ત્યારે પ્રીતિએ પોતાના બંને ભાઈઓને આ ઘટનાની જાણ કરી. બન્ને ભાઈઓ હોસ્પિટલ આવવા માટે નીકળી ગયા હતા.
બંને ભાઈઓએ હોસ્પિટલમાં આવીને પોતાની બહેન વિશે પૂછી ત્યારે ડોક્ટરે કહ્યું કે, પ્રીતિબેન હોસ્પિટલથી નીકળી ગયા છે. જેથી બંને ભાઈ પોતાની બહેનની શોધખોળ કરવા લાગ્યા શોધખોળ દરમિયાન જાણવા મળ્યું કે બહેને બ્રિજ પરથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment