હાલમાં બનેલી એક દર્દનાક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર બુલંદ શહેરમાં મુંડન સમારોહમાં ભાગ લેવા આવેલા 5 લોકો ગંગા નદીમાં ડૂબી ગયા છે. આ ઘટના સોમવારના રોજ સવારે અગિયાર વાગ્યાની આસપાસ બની હતી. જેમાંથી બે લોકોના કરૂણ મૃત્યુ થયા છે. જ્યારે અન્ય ત્રણ લોકોની શોધખોળ ચાલુ છે.
ગંગા નદીમાં ડૂબેલા તમામ લોકો અલીગઢ થી આવ્યા હતા. ઘટના બનતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ ઉપરાંત પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. નદીમાં ડૂબી રહેલી એક મહિલાનું રેસ્ક્યુ કરીને તેને બહાર કાઢવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન મહિલાનું કરૂણ મૃત્યુ થયું હતું. આ ઉપરાંત એક યુવકનું મૃતદેહ નદીમાંથી મળી આવ્યું છે.
જ્યારે નદીમાં ડૂબી ગયેલા અન્ય ત્રણ લોકોની શોધખોળ ચાલુ છે. મળતી માહિતી મુજબ અલીગઢ ના રહેવાસી 40 વર્ષીય મુરીન્દ્રા સોમવારના રોજ સવારે 11 વાગે તેમના એક વર્ષના પુત્ર દક્ષનુ મુંડન કરાવવા બુલંદશહેર આવ્યા હતા. તેમની સાથે પરિવારના બીજા સંબંધીઓ પણ ત્યાં હતાં.
મળતી માહિતી મુજબ પરિવારના કુલ 35 સભ્યો બસમાં સવાર થઈને રેતી ઘાટ પહોંચ્યા હતા. ગંગાસ્નાન કરવા માટે પરિવારના તમામ સભ્યો ગંગામાં ઉતર્યા હતા. આ દરમિયાન પાણીના જોરદાર પ્રવાહમાં પરિવારના પાંચ લોકો પાણીમાં ડૂબી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને NDRFની ભીમ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
આ ઘટનામાં મુરીન્દ્રાની પત્ની શશી, ભાભી કલ્પના દેવી, પિતરાઇ ભાઇ રવિ, બહેન નીરજ અને ભત્રીજા રિતિક નદીમાં ડૂબી હતા. આ ઘટનામાં નિરજ અને તેના દીકરા રિતિકનું કરૂણ મૃત્યુ થયું છે. હજુ હાલમાં અન્ય ત્રણ લોકોની શોધખોળ ચાલુ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment