25 વર્ષના MBAના વિદ્યાર્થીએ સુસાઇડ નોટમાં “I LOVE YOU MUMMY PAPA” લખીને હોટલ રૂમમાં પોતાનું જીવન ટુંકાવ્યું – જાણો સમગ્ર ઘટના…

આજકાલ વિદ્યાર્થીઓની જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં એક MBAના સ્ટુડન્ટે હોટલ રૂમમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું છે. આ ઘટના બનતા ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર યુવકે પોતાના મોબાઈલ ફોનમાં સુસાઇડ નોટ લખી હતી.

ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી હતી. હોટેલ રૂમ માંથી મળેલો મોબાઈલ પોલીસે જપ્ત કર્યો હતો અને પોલીસને મોબાઇલ ફોનમાંથી સુસાઇડ નોટ મળી આવી હતી. મળતી માહિતી મુજબ પ્રકાશ સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, હું ડબલ પર્સનાલિટી છું અને છેલ્લા બે વર્ષથી ડિપ્રેશનમાં છું. કારણ કે મને લાગે છે કે કૃપા કરીને મારી આ ભૂલને અવગણો.

મળતી માહિતી અનુસાર આ ઘટના 29 એપ્રિલના રોજ બપોરે 12 વાગ્યાની આસપાસ બની હતી. મળતી માહિતી અનુસાર 25 વર્ષના પ્રકાશ એક હોટલ રૂમમાં રોકાયો હતો. ઘણો સમય થઈ ગયો પરંતુ પ્રકાશ હોટેલ રૂમનો દરવાજો ખોલ્યો નહીં. ત્યાર બાદ હોટલના લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી.

ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી અને હોટેલ રૂમનો દરવાજો તોડ્યો હતો. ત્યારે અંદરથી પ્રકાશ મૃતદેહ પંખા સાથે લટકતી જોવા મળ્યું હતું. પોલીસે પ્રકાશના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો. મૃત્યુ પામેલા પ્રકાશના પિતા એક ખેડૂતો છે.

પ્રકાશ ઈન્દોરમાં પોતાના માસીના ઘરે રહેતો હતો અને તે પોતાનો અભ્યાસ કરતો અને સાથે નોકરી પણ કરતો હતો. પરિવારજનોએ આ સમગ્ર ઘટનાને લઈને જણાવ્યું કે પ્રકાશનો નોકરીમાં પગાર પણ ખૂબ જ સારો હતો. પરંતુ તેને કયા કારણોસર પોતાનું જીવન ટુંકાવ્યું તે અમને સમજાતું નથી.

પ્રકાશ એટલું બધું ભણેલો હતો પરંતુ તેને નોકરી મળતી ન હતી. તેથી તે swiggyમાં કામ કરીને મહિનાના 20 હજાર રૂપિયા કમાતો હતો. તેની પાસે કોઇ સારી નોકરી ન હતી. તેથી પ્રકાશ પોતાનું જીવન ટુંકાવ્યું હશે તેવું જાણવા મળી રહ્યું છે. હાલમાં પોલીસ આ સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*