હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 13 એપ્રિલના રોજ ઈજાગ્રસ્ત હાલતમાં એક યુવક મળી આવ્યો હતો. તેને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર 15 એપ્રિલના રોજ યુવકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ત્યારે ગઇકાલે મોડી રાત્રે સારવાર દરમિયાન યુવકનું કરુણ મૃત્યુ થયું હતું. આ સમગ્ર ઘટનાને લઇને પરિવારજનોનું કહેવું છે કે, જમીનના વિવાદમાં અમારા દિકરાનો જીવ લઈ લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર આજરોજ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ યુવકના મૃતદેહને પરિવારજનોને સોંપી દેવામાં આવશે.
મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવકનું નામ દીપક હતું અને તેની ઉંમર 25 વર્ષની હતી. મળતી માહિતી અનુસાર 13 એપ્રિલના રોજ દીપકના ગામથી લગભગ 8 કિલોમીટર દૂર મંગલપુર ગામ માં દીપક ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. ત્યારે ગઇકાલે મોડી રાત્રે સારવાર દરમિયાન દીપકનું કરૂણ મૃત્યુ થયું છે.
મૃત્યુ પામેલા દીપકના લગ્ન 20ના રોજ થવાના હતા. મૃત્યુ પામેલા દીપકના પિતાએ કહ્યું કે, પરિવારને છેલ્લા પાંચ વર્ષથી જમીનને લઇને વિવાદ ચાલી રહ્યા છે. જમીનના વિવાદને લઈને અમારા દિપકનો જીવ લઈ લેવામાં આવ્યો છે તેવું પરિવારજનોનું કહેવું છે. મળતી માહિતી અનુસાર 20 મેના રોજ દીપકના લગ્ન હોવાથી પરિવારમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી.
પરંતુ દિપકનું મૃત્યુ થતાં લગ્નની ખુશી માં માતમ છવાઇ ગયો હતો. હાલમાં પોલીસ આ સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી કરી રહી છે. દિપકનો જીવ કોણે લીધો તેની પોલીસ શોધખોળ કરી રહી છે. દીકરાનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment