ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો. સુરેન્દ્રનગર જિલ્લામાં એક મહિલા કોન્સ્ટેબલ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના બનતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. મહિલા કોન્સ્ટેબલને પોતાના 2 વર્ષના બાળકને સુવડાવીને પંખા સાથે લટકીને પોતાનું જીવન ટુંકાવ્યું છે.
મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગર હેડ કોટર વિસ્તારમાં રહેતા મહિલા કોન્સ્ટેબલ વર્ષાબેન વાનાણીએ પોતાના બે વર્ષના બાળકને સુવડાવીને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. સમગ્ર ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
પોલીસ બોર્ડમાં પણ માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર વર્ષા બહેનને પોતાના પતિ સાથે વાસણ ધોવાની સામાન્ય બાબતે બોલાચાલી થઇ હતી. ત્યારબાદ વર્ષાબેનને પતિ ફરજ પર ચાલ્યા ગયા હતા. ત્યારે પાછળથી વર્ષાબેને ગળાફાંસો ખાઇ લીધો હતો.
મળતી માહિતી અનુસાર મહિલા કોન્સ્ટેબલ વર્ષાબેન વાનાણી પોતાની ફરજ પૂરી કરીને ઘરે આવ્યા હતા. આ દરમિયાન વર્ષાબેનના પતિએ વર્ષાબેન અને વાસણ ધોવાનું કહ્યું હતું. બંને વચ્ચે સામાન્ય બાબત પર બોલાચાલી થઇ હતી. વર્ષા બહેનના પતિ જેલમાં સિપાઈમાં ફરજ બજાવે છે.
બોલાચાલી થયા બાદ વર્ષાબેનના પતિ નોકરી પર જતા રહ્યા હતા. ત્યારબાદ વર્ષાબેને પોતાના બે વર્ષના માસૂમ બાળકને સુવડાવી દીધો અને પોતે ગળાફાંસો ખાઇ લીધો. ઘટનાની જાણ થતાં સીટી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. ત્યારબાદ વર્ષાબેનના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતું.
આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. વાસણ ધોવાની બાબત પર પતિ સાથે બોલાચાલી બાદ વર્ષાબેન પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. પોલીસ આ સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment