દાહોદ તાલુકામાં આવેલા કાળીયા ડેમમાં ડૂબી જવાના કારણે એક વિધાર્થીનું કરૂણ મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર દાહોદ ઇજનેર કોલેજમાં અભ્યાસ કરતા 6 વિદ્યાર્થીઓ કાળીડેમ ફરવા ગયા હતા. આ દરમિયાન પગ લપસતા 6 વિદ્યાર્થીઓમાંથી 4 વિદ્યાર્થીઓ ડેમમાં ડૂબી ગયા હતા.
ત્યારે ત્યાં હાજર સ્થાનિક લોકોએ ચાર વિદ્યાર્થીઓમાંથી 3 વિદ્યાર્થીઓને બચાવી લીધા હતા. જ્યારે એકનું કરૃણ મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર આ ઘટના ગઇકાલે બની હતી. ગઈકાલે ઇજનેરી કોલેજમાં અભ્યાસ કરતા છ વિદ્યાર્થીઓ દાહોદ નજીક આવેલા કાળીડેમ ખાતે ફરવા ગયા હતા.
આ દરમિયાન ચાર વિદ્યાર્થીઓના પગ લપસતા જ વિદ્યાર્થીઓ ડેમમાં પડી ગયા હતા. બૂમાબૂમ સાંભળીને સ્થાનિક લોકો ત્યાં દોડી આવ્યા હતા અને ચારમાંથી ત્રણ વિદ્યાર્થીઓને બચાવી લીધા હતા. એક વિદ્યાર્થી ઊંડા પાણીમાં ચાલ્યો ગયો હતો આ કારણોસર તેનું કરૂણ મૃત્યુ થયું હતું.
મૃત્યુ પામેલા વિદ્યાર્થીનું નામ છાયાંક નરેશકુમાર નલવાયા હતું. તે દાહોદમાં ચાકલીયા રોડ પર આવેલી શ્યામલ સોસાયટીમાં રહેતો હતો. વિદ્યાર્થી નું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
વિદ્યાર્થીના મૃતદેહને ડેમ માંથી બહાર કાઢવામાં આવ્યું હતું અને ત્યારબાદ પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો વિદ્યાર્થી પોતાના માતા-પિતાનો એકનો એક દીકરો હતો. એકના એક જવાન જોધ દીકરાનું મૃત્યુ થતા માતા પિતા ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment