મિત્રો આપણે જાણીએ છીએ કે મિત્રતા એ એક એવો સબંધ છે કે ક્યારેય આ જગતમાંથી મિટાવી શકાતો નથી.. અને બીજી વાત કરીએ તો મિત્રતા જેવો સંબંધ બીજો કોઈ ન હોઈ શકે એતો આપણા પર નિર્ભર છે કેવી મિત્રતા ત્યારે એ પણ તમને અમે જણાવી દઈએ કે મિત્રતામાં કોઈ નાતજાત ભેદભાવ હોતો નથી. માત્ર મિત્રતા કેળવવામાં આવે એ જ સાચો સંબંધ છે.
આજે અમે તમને એક એવી ગાઢ મિત્રતા વિશે વાત કરીશું જે જાણીને તમને નવાઈ લાગશે કે આ મિત્રો જીવ્યા તો સાથે હતા પરંતુ મર્યા પણ સાથે. એવી તો કેવી મિત્રતા કે ભગવાને પણ તેમને એક જ હારે મોત નો રાહ ચીંધ્યો અને લઈ પણ લીધા. પેટલાદના સુંદરા ગામ માં રહેતા યુસુફ અલી ઈમામ અલી સૈયદ અને ગોવિંદ ભાઇ પુંજાભાઇ ઠાકોર કે જેમની 40 વર્ષથી એમની ગાઢ મિત્રતા સમગ્ર પંથકમાં પ્રખ્યાત હતી.
એટલું જ નહીં પરંતુ 40 વર્ષની મિત્રતા એ અંતે તેમની અર્થી પણ એક સાથે જ નીકળી, ત્યારે સૌ કોઈ લોકો આશ્ચર્યચકિત થઇ જતા હોઇએ છીએ. છેક અંત સુધીની મિત્રતા એ આ ગાઢ ભાઈબંધોની કહી શકાય. તેમના વિશે વિસ્તૃતમાં વાત કરીશું તો આ બંને મિત્રો માં કોઈ નાતજાતનો ભેદભાવ ન હતો અને કોમી એકતાનું પ્રતિક ગણાતા હતા. જેમનું કાલે એક અકસ્માતમાં કરૂણ મૃત્યુ થયું છે.
ત્યારે આ ઘટનાની જાણ ગામલોકોને અને પરિવારજનોને થતાં સમગ્ર પંથકમાં શોકનો મોજુ ફરી વળ્યું અને સૌ લોકો ભાવુક થઈ ગયા, ત્યારે ગામના બધા જ લોકો એ બંને મિત્રોને એકસાથે જ સ્મશાનયાત્રામાં લઈ જવાયા અને રામ ધુન અને દુઆઓ બોલાવે. આવી ઘટનાને લઇને સમગ્ર ગામ લોકોના આંખમાં આંસુ જોવા મળ્યા હતા. કારણ કે તેમણે હિંદુ મુસ્લિમ જેવું કંઈ રાખ્યા વગર એકતાનું પ્રતિક સાબિત કરતા એવા આ બંને મિત્રો એક-બીજાના સુખ-દુઃખની ભોગી હતા.
ત્યારે તેમણે પુરવાર પણ કરી બતાવ્યું હતું કેવી હોય ગાઢ મિત્રતા. 40 વર્ષથી મિત્રતા મેળવનાર બંને મિત્રોના એક અકસ્માતમાં એક સાથે જ મોત થયા છે. ત્યારે આવી હૃદય કંપી આવે એવી ઘટનાને લઇને વાત કરીએ તો ગોવિંદ ઠાકોર કે જેમને ભજીયાની હોટલ છે. અને તેઓ બંને મિત્રો આ હોટલને દસ વર્ષથી સંભાળતા આવતા હતા.
ત્યારે 20 એપ્રિલ વહેલા 4:30 વાગ્યે ની આસપાસ પરોઢે આ બંને મિત્રો શાકભાજી લેવા જતા હતા ત્યારે અમુક કારણોસર પૂરઝડપે આવતી એક ટ્રકે રિક્ષાને ટક્કર મારી કે ઘટના સ્થળે જ બનેલું કમકમાટીભર્યું મોત નીપજયું હતું. ત્યારે આ ઘટનાની જાણ ગામલોકોને થતાની સાથે તરત જ તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા.
ત્યારે સૌ લોકો ચોધાર આંસુએ રડી પડ્યા અને આ બંને મિત્રોને સ્મશાન યાત્રા એક સાથે નીકળી જેમાં એક મિત્ર અર્થી નીકળી અને બીજા નો જમાજો. ત્યારે આપણને જાણીને પણ નવાઈ લાગશે કે મિત્રો જન્મ્યા પણ સાથે હતા અને અંતિમ યાત્રા પણ સાથે નીકળી અને આ એક નહિ પરંતુ અનેક ઘટના આપણી સમક્ષ એવી આવી હોય છે કે જેમાં મૈત્રીભાવનું પવિત્ર ઝરણું દર્શાવવામાં આવતું હોય છે..
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment