છેલ્લા થોડાક સમયથી ગુજરાત રાજ્યમાં જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. લોકો પોતાની આર્થિક પરિસ્થિતિ, કોઈના ત્રાસથી, પ્રેમ સબંધ અથવા તો અગમ્ય કારણોસર પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે. ત્યારે હાલમાં બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. આ ઘટનામાં અમદાવાદના વેજલપુરમાં એક વ્યક્તિએ ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.
આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી મુજબ વેજલપુરના રહેવાસી મહેન્દ્રકુમાર ગોહિલે ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. મહેન્દ્રકુમાર ગોહિલના જીવન ટૂંકાવવા પાછળ મિત્રતામાં મળેલો દગો જવાબદાર છે.
મહેન્દ્ર ભાઈ સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, યોગેશ શુક્લાએ મારી સાથે દગો કર્યો છે. મળતી માહિતી અનુસાર યોગેશ શુક્લા અને તેમની પત્નીએ મહેન્દ્રાભાઈના નામે બેંક માંથી અલગ અલગ વસ્તુ પર લોન લીધી હતી. જ્યારે લોનના હપ્તા ભરવાનો વારો આવ્યો ત્યારે યોગેશ શુક્લા અને તેની પત્નીએ હાથ ઊંચા કરી દીધા હતા.
મળતી માહિતી અનુસાર મહેન્દ્ર ભાઈ નું ક્રેડિટ કાર્ડ પણ યોગેશભાઈ પાસે હતું. મળતી માહિતી અનુસાર યોગેશ મોકલાય છેલ્લા બે મહિનાના લોનના હપ્તા ભર્યા ન હતા. આ ઉપરાંત મહેન્દ્રભાઈનો પગાર પણ ક્રેડિટ કાર્ડની મદદથી ઉપાડી લીધો હતો.
હપ્તા ન ભર્યા હોવાના કારણે બેંકના લોકો મહેન્દ્રભાઈના ઘરે ઉઘરાણી માટે આવતા હતા. છેવટે આ બધાથી કંટાળીને મહેન્દ્રભાઈ સુસાઇડ નોટ લખી ને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. મહેન્દ્ર ભાઈ સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, યોગેશભાઈ અને તેમની પત્ની ના કારણે સરખી રીતે જમી પણ શકતો નથી કે સરખી રીતે સુઈ પણ શકતો નથી.
આ ઉપરાંત મહેન્દ્રભાઈ લખ્યું હતું કે મારા કેટલાક ડોક્યુમેન્ટ તેમની પાસે છે. મહેન્દ્રભાઈ સુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો કે, યોગેશ અને તેની પત્નીને કડકમાં કડક સજા મળે. પોલીસે સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment