કોહલાપુરમાં 15 લાખ રૂપિયાની માંગણી બાદ કચ્છી પાટીદાર યુવકનો જીવ લઈ લેવામાં આવ્યો હતો – જાણો સમગ્ર ઘટના

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં 18 દિવસ પહેલા 14 લાખની ખંડણી માટે કચ્છી પાટીદાર દિપક પોકારનું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણ કરીને દિપક પોકારનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. આ સમગ્ર ઘટનાને લઇને પોલીસે ગઇકાલે એક કચ્છી પાટીદાર સહિત ચાર આરોપીની ધરપકડ કરી છે.

23 માર્ચના રોજ શંકર વિજય સો મિલ ધરાવતા હીરાલાલ લખમશી પોકારના મોટા પુત્ર દીપકનું સો મિલના દરવાજા પાસેથી અપહરણ કરવામાં આવ્યું હતું. બીજા દિવસે દિપક નાનાભાઈ રાહુલને ફોન કરીને આરોપીએ 15 લાખ રૂપિયાની માંગણી કરી હતી.

એટલું જ નહીં પરંતુ આરોપીઓ દીપક ના મોબાઈલ માંથી બે દિવસ સુધી રૂપિયા પહોંચાડવા માટે ફોન પર વાત કરતા હતા. પરંતુ સ્થાનિક અખબારોમાં ખબર પ્રસરી જતા આરોપીઓએ વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું. પોલીસે ગઈકાલે ચારે આરોપીઓને પકડી પાડયા હતા.

પૂછપરછ દરમિયાન આરોપીઓએ જણાવ્યું કે 55 કિલોમીટર દૂર કર્ણાટક સરહદ પર આવેલ રાધાનગરીના જંગલમાં દિપકનો જીવ લઈને તેને દાટી દેવામાં આવ્યો છે. ત્યારબાદ પોલીસ ત્યાં પહોંચી હતી અને દિપકના મૃતદેહને બહાર કાઢીને મૃતદેહને કબજે કર્યું હતું.

આ ઘટનામાં કચ્છી પાટીદાર પચાણ વાલજી પોકાર કચ્છમાં કાદિયા મોટાનું નામ ખુલતાં સમગ્ર પાટીદાર સમાજમાં ખળભળાટ મચી ગયો છે. પોસ્ટમોર્ટમ થયા બાદ આજરોજ દિપક મૃતદેહ તેમના પરિવારજનોને આપવામાં આવ્યું છે. સ્મશાનયાત્રામાં મોટી સંખ્યામાં કચ્છી પાટીદારો એકઠા થયા હતા.

આટલું જ નહીં પરંતુ કોલ્હાપુર પાટીદાર સમાજના આગેવાનો અને જિલ્લા પોલીસના વડા પણ સ્મશાનયાત્રામાં જોડાયા હતા. કચ્છના કડવા પાટીદાર સમુદાયના વધતા જતા કિસ્સાઓને લઈને સમગ્ર સમાજમાં ખળભળાટ મચી ગઇ છે. ઉપરાંત દીપકના પરિવારજનોએ આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટે માંગ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*