મિત્રો આજ નો યુગ દિવસે ને દિવસે બદલાતો થતો જઈ રહ્યો છે. ત્યારે આધુનિક યુગમાં દીકરો અને દીકરી બંનેને સમાન મહત્વ આપવામાં આવે છે.અને જેટલી જ ખુશી દીકરો જન્મે ત્યારે થાય છે. તેટલી જ ખુશી દીકરીઓ જન્મે છે. ત્યારે કહીએ તો દીકરી પણ તેનું એક સપનું લઈને જન્મતી હોય છે. ત્યારે આવા ભેદભાવ હવે દૂર થતા જાય છે. ત્યારે વાત કરીશું તો આજે પણ દીકરાઓની ઘેલછા ઓછી નથી થતી.
ત્યારે અમુક કિસ્સાઓ તો એવા પણ બને છે. કે દીકરીના જન્મ પર તેને ત્યજી દેવા ભાવે છે. આજે આપણે એક એવી વાત કરીશું કે જેનાથી સમાજમાં નવી જાગૃતિ પણ આવી શકે છે. અને દીકરો અને દીકરી ના ભેદભાવને પણ ઉકેલી શકાય છે. ત્યારે સુરતના અબજોપતિની પરિવારના ઘરે દીકરી નો જન્મ થતા તેને અવસર બનીને વધાવ્યો છે.
તો વાત કરીએ તો એ બીજું કોઈ નહીં પરંતુ સુરતના પ્રખ્યાત હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા છે. જેમના પરિવારમાં વર્ષો પછી જન્મેલી રાજકુમારી ના વધામણા માટે ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું છે. ત્યારે આ દીકરીનો જન્મ થતાં સમગ્ર પરિવારમાં ખુશી વ્યાપી ત્યારે એક ખાસ શણગારેલી બસમાં તેમને ઘરે લાવવામાં આવી હતી. અને સુરતના મુખ્ય મુખ્ય માર્ગો પર તેને ફેરવવામાં આવી હતી.
ગોવિંદ ધોળકિયાના પરિવાર માં ઘણા વર્ષો પછી દીકરીનો જન્મ થતાં લોકોમાં આનંદ છવાઈ ગયો છે, ત્યારે ગોવિંદ ધોળકિયા ના પુત્ર એવા શ્રેયાંશ ધોળકિયા ના ઘરે દીકરી નો જન્મ થયો છે. તેથી ખુશીનો કોઈ પાર નથી ત્યારે મિત્રો આવી વાતો સાંભળીએ તો પ્રેરણા લેવા જેવી છે કે આજે દીકરો અને દીકરી વચ્ચે નો ભેદ ભાવ ઉકેલી શકાયો છે. શ્રેયાંશ ધોળકિયાના ઘરમાં રામનવમીના દિવસે જ દીકરીનો જન્મ થયો છે.
તેથી પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. ત્યારે રાજકુમારીના આવતાની સાથે જ તેના દાદા ગોવિંદભાઈએ રાજકુમારીના આગમન માટે ઉત્સવની ઉજવણી કરી અને ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું. તેરે નવાઈની વાત તો એ છે કે આ દીકરીને જે બસમાં ફેરવવામાં આવી એ બસને કલરફુલ બનાવીને સફેદ રંગની અને ગુલાબી રંગથી રંગી હતી.
અને આ બસ પર લખ્યા હતા. જેનાથી સમાજમાં જાગૃતિ આવે અને આજ બસમાં દીકરી હોસ્પિટલ થી ઘર સુધી લાવવામાં આવી. મિત્રો નવાઈની વાત તો એ છે કે આ ધોળકિયા પરિવારમાં ચાર દાયકા પછી દીકરીનો જન્મ થયો છે. તેથી તે સૌ પરિવારના લોકોમાં ખુશી સમાતી નથી. અને તેઓ ખુશી ને મારે શબ્દો પણ વ્યક્ત કરી શકતા નથી કે એમના ઘરે દીકરી નો જન્મ થયો છે, જેની ખુશી પરિવારમાં સમાતી નથી.
સુરતમાં જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાના દીકરાના ઘરે દીકરીનો જન્મ, દીકરીને લક્ઝરી બસમાં રાજકુમારીની જેમ ફેરવી – જુઓ વિડિયો pic.twitter.com/bjnd9mFUu8
— GUJJU ROCKZ (@gujju_rockz) April 14, 2022
આજે બેટી બચાવો બેટી પઢાવોના સંદેશાઓ લખવામાં આવે છે, ત્યારે જાગૃતિ લાવવા આ બસમાં બેટી બચાવો બેટી પઢાવોના સંદેશાઓ પર લખવામાં આવ્યા છે, અને ધોળકિયા પરિવાર એ આવું કાર્ય કરીને સમાજમાં એવો મેસેજ ફેરવ્યો છે, કોઈપણ જ્ઞાતિ માં દીકરો કે દીકરી વચ્ચે ભેદભાવ રાખવો ના જોઈએ બંનેને સમાન મહત્વ આપવું જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment