અરે વાહ!!! ગુજરાતમાં પણ ખૂણે ખૂણે ક્રિએટિવિટી ધરાવનાર યુવકો પડ્યા છે, કે જેઓ માં રહેલી અનેક ક્રિએટિવિટી બહાર લાવીને ગુજરાતમાં નવું લોન્ચ કરતા હોય છે. જેનાથી સૌને નવાઇ લાગે,ત્યારે આજે આપણે એક એવા યુવક વિશે વાત કરીશું કે, જેણે તેની સખત મહેનત થી ભંગાર જૂની વસ્તુ નો ઉપયોગ કરીને 60 હજારથી વધારે ખર્ચ કરીને એક બેટરી થી ચાલતી ગાડી બનાવી કે જેને પોતાના મનોરંજન માટે વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુ બનાવી.
એ યુવક વિશે વિસ્તૃતમાં વાત કરીએ તો યુવક એમ.બી.બી.એસ માં અભ્યાસ કરે છે. બનાસકાંઠા જિલ્લાના દાંતાના હરીગઢ નો વતની છે. અને હાલ ભુજમાં આવેલ રાપર ખાતે રહેતા ડોક્ટર રમેશભાઈ ઓઝા નો પુત્ર એવો શ્રેય ઓઝા કે તે એમ.બી.બી.એસ.માં અભ્યાસ કરે છે. અને તેને વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુ બનાવી ને મનોરંજન મેળવવાનો શોખ હોવાથી તેણે એક બેટરી વાળી ગાડી બનાવી છે.
બંગાળના વાડામાંથી જૂની વસ્તુઓ એકઠી કરી અને પાંચ ફૂટની ટુ સીટર ગાડી કે જેમાં બેથી ત્રણ મહિનામાં તૈયાર કરી છે.આ ગાડી જેવી તેવી તો નહીં પરંતુ ગાડીમાં સ્પીડ મીટર, બ્લુ એલઇડી લાઇટ, બે પંખા ,એક મ્યુઝિક સિસ્ટમ પણ ગાડીમાં લગાવી છે. કે જેનાથી ઓન ઓફ કરી શકાય. આના પરથી કહી શકાય કે હાલના યુવકો આવી રીતે પોતાની ક્રિએટિવિટી બહાર લાવીને નવી નવી વસ્તુઓ બનાવીને લોન્ચ કરતા હોય છે જે સારી બાબત કહેવાય.
ગિયર વગરની ગાડી વિશે વાત કરીશું તો તેની ખાસિયત એ છે કે તેમાં ગિયર નથી. તેના બદલે 3 મોડ રાખવામાં આવ્યા છે કે જેનાથી લો મીડિયમ અને હાય. જ્યારે લો મોડમાં ગાડી 20 થી 25 ની સ્પીડે ચાલે છે, મીડીયમ પર 30થી 35 ની સ્પીડે ચાલે છે, જ્યારે હાઈ ઉપર 40 થી વધુ સ્પીડે ચાલી શકે એવી એક બેટરી વાળી ગાડી છે. આ ગાડી ની વધુ વાત જણાવતા શ્રેય કહ્યું કે આ ગાડીમાં બનાવતા લગભગ 40 હજાર જેટલો ખર્ચ પણ થયો છે.
અને બીજી ખાસિયત એ કે ગાડી ને ચાર્જ કર્યા પછી આ ગાડી 40 થી 50 કિલોમીટર સુધી દોડી શકે છે. યુવકે તેના ફ્રી સમયનો ઉપયોગ કરીને આવી અવનવી વસ્તુઓ બનાવવાનો શોખ પૂરો કરે છે, અને કહે છે કે જ્યારે પણ હું ફ્રી હોય કે પછી મારું વેકેશન ચાલતું હોય, ત્યારે કંઈક ને કંઈક નવું બનાવતા રહો છું. એટલે આજે મેં આ ગાડી બનાવી છે. આવી રીતે નાના-મોટા એક્સપરિમેન્ટ કરતા રહેવા જોઈએ જેનાથી આપણને નવી જાણકારીઓ પ્રાપ્ત થઇ છે.
આ ગાડીની સિસ્ટમ જણાવતા કહ્યું ત્યારે શ્રી કહ્યું કે ગાડી મેં ટુ સીટર બનાવી છે, ત્યારબાદ ગાડીમાં હેડ લાઈટ, સાઈડ લાઈટ, એલીડી લાઇટ અને બે પંખા પર નાખ્યા છે. આ ઉપરાંત મ્યૂઝિક સિસ્ટમ તો મજા આવે નહીં તેથી મ્યુઝિક સિસ્ટમ પર નાખી છે. જેમાં બે સ્પીકર લગાડવામાં આવ્યા છે, અને ગાડીને ડાયરેક્ટ ચાલુ કરવા માટે switch on અને switch off સ્વીચ પણ નાખવામાં આવી છે, જેનાથી ગાડી સ્ટાર્ટ કરી શકાય. વધુમાં જણાવતાં કહ્યું કે આ ગાડી બનાવવા અને ત્રણ મહિના જેટલો સમય લાગ્યો હતો.
જ્યારે મેં આ ગાડી બનાવવાનો વિચાર કર્યો, ત્યારે મેં આસપાસથી ધીમે ધીમે વસ્તુઓ ભેગી કરી અને એ વસ્તુઓ ની રિક્વાયરમેન્ટ પ્રમાણે અલગ-અલગ જૂની વસ્તુઓ પણ કલેક્ટ કરી અને વસ્તુમાંથી ગાડી બનાવવાનું ચાલુ કર્યું હતું. જેમાં 40 હજાર જેટલો ખર્ચ પણ થયો હતો. જ્યારે જણાવતા કહ્યું કે ધીમે ધીમે અંદર જે વસ્તુ આગળ થવા માંડી એ મને ખબર પડતી ગઈ. કેવી રીતે વધુ ફીટીંગ થશે.
અને તેના અઠવાડિયે કે પંદર દિવસની મહેનત કર્યા પછી ખબર પડી કે એને અમુક સમયે ખોલવી પડશે. તેથી મારે ઘણી મહેનત કરવી પડે બેટરી વાળી ગાડી બનાવવા માટે અને આ ગાડીને મજબૂત બનાવવા માટે લોખંડની પાઇપ નો ઉપયોગ કરવામાં આવ્યા છે. આવો એક માત્ર શ્રેયજ નહીં પરંતુ ગુજરાતમાં અનેક એવા યુવકો પણ છે.જેઓ પોતાની ક્રિએટિવિટી બહાર લાવે છે, અને લોકો સુધી પહોંચાડે છે. આવા અવની નવા વિડીયો વાયરલ થતા તમે જોયા જ હશે ત્યારે આશ્ચર્ય થશે પણ એક આગવું મહત્વ ધરાવે અને બેટરી વાળી ગાડી બનાવી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment