ગુજરાત રાજ્યમાં ઉનાળાની શરૂઆતમાં જ કાળઝાળ ગરમી પડી રહી છે. ભારે ગરમી પડવાના કારણે ગુજરાતની જનતા પરેશાન થઈ ગઈ છે. ત્યારે હવે ગુજરાત વાસીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. બંગાળની ખાડીમાંથી મજબૂત દરિયાએ પવન ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર પર ફૂકવાનું શરૂ થઈ ગયું છે.
આ કારણોસર સૌરાષ્ટ્રવાસીઓને ગરમીથી રાહત મળી શકે છે. આ ઉપરાંત અમદાવાદ શહેરની વાત કરીએ તો છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદમાં ગરમીનું પ્રમાણ ઓછું જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ તાપમાનમાં 3 થી 4 ડિગ્રી સુધીનો વધારો થઈ શકે તેવી શક્યતાઓ છે.
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસની સરખામણીમાં સોમવારે ગરમીનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળ્યું છે. પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસોમાં તાપમાનમાં 3 ડિગ્રી જેટલો વધારો જોવા મળશે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્રવાસીઓની ગરમીથી થોડી રાહત મળી શકે છે અને અન્ય જગ્યાએ ગરમીનું પ્રમાણ વધી શકે છે. આગામી ત્રણ દિવસ અમદાવાદમાં 41 ડિગ્રી આસપાસ તાપમાન જોવા મળશે.
હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર સિવાય આગામી ત્રણ દિવસો રાજ્યના અનેક વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કમ, આસામ અને મેઘાલયમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment