રાજકોટ શહેરમાં છેલ્લા થોડા દિવસોથી જીવન ટૂંકાવવાની ઘટનાઓ વધી ગઈ છે. ત્યારે રાજકોટમાં એક શ્રમજીવી યુવાને જીવન ટૂંકાવી લીધું છે. મળતી માહિતી મુજબ નારાયણનગરમાં મફતિયા પ્લોટમાં રહેતા કનુભાઈ ગોવિંદભાઈ કુંવરિયા જે બાબરીયા શાકમાર્કેટમાં તરબૂચની રેંકડી ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતો હતો.
કનુભાઈ ની ઉંમર 35 વર્ષની હતી. કનુભાઈ એસિડ પીને પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બનતા જ કનુભાઈને સૌપ્રથમ લોટસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ કનુભાઈને આયુષ્માન હોસ્પિટલ માં અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન કનુભાઈનું કરૂણ મૃત્યુ થયું હતું. સમગ્ર ઘટનાને લઇને કનુભાઈ ના પિતા ગોવિંદભાઈ નું કહેવું છે કે, તેમનો પુત્ર 17 તારીખના રોજ બાબરીયા શાકમાર્કેટમાં રેંકડી રાખીને તરબૂચ વહેંચતો હતો.
આ દરમિયાન મહાનગરપાલિકાની દબાણ હટાવ ખાતાના વાહનો ત્યાં આવી પહોંચે છે. દબાણ હટાવ ખાતાએ શાકમાર્કેટ પાસે ઉભેલા રેંકડી વાળાઓની રેકડીઓ અને માલસામાન જપ્ત કરી લીધો હતો. તેમાં મારા પુત્રની પણ રેગડી જપ્ત થઈ ગઈ હતી.
તેના કારણે મારા પુત્ર અને પુત્રવધુએ રેંકડી છોડાવવા માટે દબાણ હટાવવા ખાતાના સાહેબને ખૂબ જ વિનંતીઓ કરી હતી. પરંતુ મારા પુત્રનું કોઈએ ન સાંભળ્યું. ત્યારબાદ મારા પુત્રએ મહાનગરપાલિકાએ જઈને પણ ઘણી રજૂઆતો કરી હતી. છતાં પણ મહાનગરપાલિકા દ્વારા રેંકડી છોડવામાં આવી નહીં. તેથી મારો પુત્ર કામ ધંધા વગરનો થઈ ગયો.
ઘરમાં પૈસા ન આવવાના કારણે ગુજરાન ચલાવવું ખૂબ મુશ્કેલ બની ગયું હતું. આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી થઈ જતા મારા પુત્રે એસિડ પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. કનુભાઈ નું મૃત્યુ થતાં બે પુત્ર અને ત્રણ પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. હાલમાં પોલીસે આ સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment