વર્ષ 2019 માં મહિલા ડોક્ટરે પોતાના સગા ભાઈ અને માસૂમ ભત્રીજીનો જીવ લઇ લીધો હતો. બુધવારના રોજ આ કેસ અંગે પાટણની એડીશન સેશન્સ કોર્ટમાં કાર્યવાહી ચાલતા બંને પક્ષના વકીલોની દલીલ સાંભળીને કોર્ટે આરોપી મહિલા વિરુદ્ધ ગુનો સાબિત થયો છે. મળતી માહિતી અનુસાર સિદ્ધપુર તાલુકાના કલ્યાણ ગામની વતની અને ધંધુકા વેપાર માટે અમદાવાદ શહેરમાં થાય થયેલા નરેન્દ્રભાઈ પટેલ પોતાના પરિવાર સાથે છેલ્લા 39 વર્ષથી અમદાવાદમાં રહે છે.
તે પોતાની પત્ની, બે દીકરીઓ અને એક દીકરા સાથે રહેતા હતા. મળતી માહિતી અનુસાર ઘરની દીકરી કિન્નરી પટેલને પોતાના કોઈ અંગત કારણોસર અને ઘરમાં માન મોભો ન મળતો હોવાથી તેને ભાઈનો જીવ લેવા નું કાવતરું ઘડ્યું હતું. જે ભાઈને રાખડી બાંધી હતી.
તે જ ભાઈનો ધતુરો અને સાઇનાઇટનો ઉપયોગ કરીને ભાઈનો જીવ લઇ લીધો હતો.કિન્નરી પોતાના ભાઈ જીગર પટેલને અલગ-અલગ પ્રવાહીમાં ધતુરા નું પાણી આપ્યું હતું. ધતુરાના પાણીના કારણે જીગર પટેલનું માનસિક સંતુલન બગડી ગયું હતું. માનસિક સંતુલન બગડતા કિન્નરીએ પોતાના ભાઈ જીગરને સાઇનાઇટ ભરેલી કેપ્સુલ આપી દીધી હતી.
તેના કારણે જીગર પટેલનું કરૃણ મૃત્યુ થયું હતું. જીગર પટેલના મૃત્યુના 15 દિવસ બાદ કિન્નરીએ પોતાના ભાભી એટલે કે જીગર પટેલની પત્નીની ભૂમિબેનને પણ ધતુરાનું પાણી આપી દીધું હતું.જેથી ભૂમિબેનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.
જેનો લાભ ઉઠાવીને કિન્નરીએ પોતાના 14 મહિનાની ભત્રીજી માહીને સાઈનાઈટ આપી દીધું હતું અને તેના કારણે માહીનું પણ કરુણ મૃત્યુ થયું હતું. આ ઘટનાએ ચારે બાજુ અફરાતફરી મચાવી દીધી હતી. આ સમગ્ર ઘટનાનો કેસ ચાલી રહ્યો હતો. ત્યારે આજે આ કેસનો ચુકાદો આવી ગયો છે.
કિન્નરીને સગા ભાઈ અને ભત્રીજાના જીવ લેવાના ગુનામાં પાટણની એડિશનલ કોર્ટે આરોપી કિન્નરીને આજીવન કેદની સજા આપી છે. કોર્ટનો ચુકાદો મૃતકના પરિવારજનોને યોગ્ય ઠેરવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને સરકારી વકીલે જણાવ્યું કે, આરોપી કિન્નરીને કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે. એટલે કે આરોપી જ્યાં સુધી જીવે ત્યાં સુધી જેલમાં જ રહેવાનું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment