હાલના યુગમાં સમગ્ર દેશમાં ક્રાઈમ ને લગતા કેસોમાં વધારો થતો જોવા મળે છે .લોકો વધારે પડતાં ટેન્શનના લીધે જલ્દી ડિપ્રેશનમાં આવી જતા હોય છે અને ડિપ્રેશનમાં આવીને લોકો સુસાઇડ કરીને જીવન ટૂંકાવી દેતા હોય છે. આજે આપણે એક એવા જ કિસ્સા વિશે વાત કરીશું કે જ્યાં વ્યક્તિએ ડિપ્રેશનમાં આવીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.
આ કિસ્સો રાજસ્થાનના ગંગાપર સિટીમાં બન્યો છે. ત્યારે તેના વિશે વિસ્તૃતમાં જાણીશું તો ગંગાપુર શહેરમાં એક ઉદય મોરે નામનો યુવક રહે છે. મંગળવારની રાત્રે યુવકે પોલીસ સ્ટેશન નજીકના વિસ્તારમાં ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે.
ત્યારે યુવકની બેન અચાનક જાગી ત્યારે તેના ભાઈની રુમમાં લાઇટ ચાલુ હતી તેથી તે ચોંકી ઉઠી અને તેના રુમમાં જવાની કોશિશ કરતી રહી દરવાજો અંદર થી બંધ હતો. ત્યારે તેણે દરવાજાના કોઇ ખુણેથી રૂમની અંદર નજર કરી તો તેનો ભાઈ ગળેફાંસો ખાઈને લટકતો હતો અને ત્યાં મોબાઇલની રીંગ વાગી રહી હતી.
બહેને દરવાજો ખોલવાની ઘણા પ્રયત્નો કર્યા અને આ જોતાની સાથે જ ચીસો પાડવા લાગી ત્યારબાદ તેણે પરિવારજનોને જગાડીને આના વિષે વાત કરી અને તરત જ રૂમ નો દરવાજો તોડવાની પ્રયત્ન કર્યા ત્યાર બાદ તાત્કાલિક ધોરણે આ યુવકને નીચે ઉતારવામાં આવ્યો અને જોયું તો તે મૃત્યુ પામ્યો હતો.
આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો અને પોલીસે યુવકના મૃતદેહને કબજે કરીને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યું હતું અને સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મંગળવારની રાત્રે 11:30 કલાકે નશામાં ગળેફાંસો ખાઈને મોરે પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.
મૃતક યુવક કે શા માટે પોતાનું જીવન ટુંકાવીયું તેનું હજુ કોઈ કારણ સામે આવ્યુ નથી. તેની બહેને રૂમની અંદર જવાની ઘણી કોશિશ કરી પરંતુ અંદરથી દરવાજો બંધ હોવાથી તેણે દરવાજાની કોઈ છિદ્રોમાંથી જોયો ત્યારે તેનો ભાઈ લટકતો જોવા મળિયો હતો. સમગ્ર મામલે પોલીસ હાલ તપાસ હાથ ધરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment