મહિલાઓ માટે Whatsapp લાવ્યું શાનદાર ફિચર – જાણો શું છે આ નવું ફિચર…

હવે મહિલાઓ પણ પૂછી શકશે Whatsapp ને દરેક સવાલ..! મહિલાઓની મદદ માટે Whatsapp નવું જ અપડેટ સામે લાવી રહ્યું છે. Whatsapp એ તેના ચેટ ફોર્મેટમાં content providers ની ડિઝાઈન આપી છે. તેની મદદથી તે યુવતીઓને અલગ અલગ વિષયો પર સલાહ-સૂચનો આપશે.

આ નવી અપડેટ માં Whatsapp અલગ જ પ્રકારનું કન્ટેન્ટ પ્રોવાઇડ કરવા જઈ રહ્યું છે. તેની ખાસ બાબત એ છે કે તે મહિલાઓને હિન્દી અને અંગ્રેજી એમ બંને ભાષામાં વાત કરવાની સુવિધા પૂરી પાડશે. તેનો ઉપયોગ પણ ખુબ જ સરળ છે. જેથી દરેક સ્ત્રીઓ આસાની થી તેનો ઉપયોગ કરી શકશે.

આ ઉપરાંત મહિલાઓ અલગ-અલગ વિષયો પણ તેને પ્રશ્ન પણ પૂછી શકશે, જી હા, મહિલાઓને મૂંઝવતા દરેક સવાલનો જવાબ Whatsapp પૂરો પડશે. હવે Whatsapp મહિલાઓને reproductive health, સિક્યુરિટી, અને રિલેશનશિપ સાથે સંબંધિત વિષયો પર માહિતી પુરી આપશે.

આ સુવિધાનો ઉપયોગ કરવા માટે યુઝર્સે +91-7304496601 નંબર પર મેસેજ કરવાનો રહેશે. આ ઉપરાંત તમે તેની વેબ પ્રોફાઈલ પર જઈને પણ મેસેજ કરી શકો છો. તેનો ઉદ્દેશ્ય માત્ર એટલો જ છે કે, તે દરેક મહિલાઓના સવાલનો જવાબ આપીને મહિલાઓને ચિંતામાંથી મુક્ત કરી શકે.

કંપનીના કન્ટ્રી લીડના જણાવ્યા અનુસાર, આ અગાઉ પણ 2020 માં ફેસબુક મેસેન્જર દ્વારા બોલ બહન ચેટબોટ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તે લગભગ એક લાખ વાતચીત સુધી પહોંચ્યું હતું. તેની સામે Whatsapp જણાવે છે કે, આ ટેકનિકની મદદથી અમે યુવતીઓ અને તેની આવશ્યક સેવાની વચ્ચે સબંધ ગાઢ બનાવવાનો પ્રયાસ કરવા માંગીએ છીએ. જેથી મહિલાઓની ચિંતાનો ઉકેલ લાવી શકાય.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*