ભક્તો તેમની મનોકામનાઓ પૂર્ણ થતા મંદિરમાં તેમની યથાશક્તિ પ્રમાણે દાન કરતા હોય છે અને ભગવાનને ચઢાવો ચઢાવતા હોય છે. યાત્રાધામ અંબાજીના વિકાસ માટે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન આનંદ પટેલ દ્વારા વ્યાપક પ્રયાસો કરવામાં આવે છે.
જ્યારે પાટણ જિલ્લાના બાલીસણા ગામના વતની અને અમેરિકામાં વસતા મહેન્દ્રભાઈ નટવરભાઈ પટેલ અને હર્ષદભાઈ નટવરભાઈ પટેલ તરફથી 48 લાખની કિંમતનું એક કિલો સોનાનું ગાંધી મંદિરમાં કરવામાં આવ્યું છે. દાતાઓના દાનથી અંબાજી માતાજીના મંદિરના શિખરને સુવર્ણથી બનાવવામાં આવ્યું છે.
એક 61 ફૂટ સુધી શિખર સુવર્ણમયની કામગીરી પૂર્ણ થાય છે. આ શિખર બનાવવામાં અત્યાર સુધીમાં 140 કિ.લો.435 ગ્રામ સોનાનો ઉપયોગ થયો છે. મહેન્દ્ર ભાઈ અને હર્ષદભાઈ 48 લાખ રૂપિયાની કિંમતનું એક કિલો સોનુ સુવર્ણ શિખર માટે દાન કર્યું છે. તેણે આ માઇ ભક્તે પોતાની ઈચ્છા પ્રમાણે માં અંબાના મંદિરને સોનાથી મઢવા માટેનું સોનાનું દાન ચડાવ્યો અને મા અંબાના આશીર્વાદ લીધા.
વિસ્તૃતમાં જણાવીશ તો આ માઇ ભક્ત અમેરિકામાં વસે છે. જેવો પાટણ જિલ્લાના બાલીસણા ગામના વતની છે. તેમનું નામ મહેન્દ્ર ભાઈ નટવર પટેલ છે. ત્યારે તેણે મા અંબાના મંદિરને સોનાથી સજાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતું સોનુ લગભગ એક કિલો દાન આપ્યું ત્યારે મંદિરના ટ્રસ્ટ દ્વારા ભક્તનો આભાર માન્યો.
જ્યારે NRI ભક્તનું માં અંબા સાથે એક અલગ જ આસ્થા જોડાયેલી છે. સોનેથી મઢવામાં ઉપયોગમાં આવશે તેવા હેતુથી આશરે 50 લાખ રૂપિયાની કિંમતનું એક કિલો જેટલુ સોનુ માં અંબાના મંદિરમાં દાન આપ્યું અને ખૂબ જ ધન્યતા અનુભવી. આવી રીતે પોતાની યથાશક્તિ પ્રમાણે મંદિરમાં દાન આપતા હોય છે અને ધન્યતા અનુભવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment