સોશિયલ મીડિયા પર તમે ઘણા વાયરલ વિડીયો જોયા હશે. સોશિયલ મીડિયામાં કેટલાક એવા વિડિયો પણ તમે જોયા છે જેને જોઈને તમને હસવું આવી જતું હોય છે. અથવા તો કેટલાક વિડિયો તો તમને રડાવી દેતા હોય છે. આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા ખતરનાક વિડીયો જોયા હશે જેને જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જતો હોય છે.
તમે સોશિયલ મીડિયામાં વિવિધ પ્રકારના પ્રાણીઓના અવારનવાર વિડીયો જોયા હશે. ઘણા વીડિયોમાં પ્રાણીઓની અમુક હરકત તમને ખડખડાટ હસાવી દેતી હોય છે અથવા તો ઘણા વીડિયોમાં પ્રાણીઓની હરકત તમને ચોંકાવી દેતી હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક બિલાડીનો વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.
આ વીડિયોમાં એક વ્યક્તિ બિલાડી નો ફોટો લેવાનો પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ આ વાત બિલાડીને બિલકુલ પસંદ આવતી નથી અને તે ફોટો પાડી રહેલા વ્યક્તિ પર પ્રહાર કરે છે. વાયરલ થયેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક બિલાડી આરામથી બેઠેલી દેખાઈ રહી છે. બેઠેલી બિલાડીને જોઈને એક વ્યક્તિ ત્યાં પહોંચી જાય છે.
આ યુવક બિલાડીના ફોટા પાડી રહ્યો હતો, પરંતુ બિલાડી યુવક સાથે કર્યું એવું કે – જુઓ વિડિયો pic.twitter.com/57yQf8R4hw
— GUJJU ROCKZ (@gujju_rockz) March 27, 2022
ત્યારબાદ પોતાનો મોબાઈલ કાઢીને બિલાડીના ફોટા લેવાનું શરૂ કરે છે. જ્યારે વ્યક્તિ પોતાના મોબાઈલથી બિલાડી ના ફોટા લઈ રહ્યો છે. ત્યારે બિલાડી શરૂઆતમાં કાંઇ કરતી નથી. પરંતુ થોડીક વાર બાદ બિલાડી વ્યક્તિ પર પ્રહાર કરે છે. બિલાડીના પ્રહારને કારણે વ્યક્તિના હાથમાંથી મોબાઇલ છૂટી જાય છે અને જમીન પર પડે છે.
ત્યારબાદ વ્યક્તિ તરત જ પોતાનો મોબાઈલ ઉપાડીને બિલાડીથી દૂર ભાગી જાય છે. હવે આ વ્યક્તિ બિલાડીના ફોટા લેવાની ક્યારેય હિંમત નહીં કરે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. ઘણા લોકો વિડીયો જોઈને ખડખડાટ હસી રહ્યા છે અને ઘણા લોકો ચોંકી ગયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment