ભારત દેશમાં સૌથી લોકપ્રિય રમત ક્રિકેટ ગણવામાં આવે છે. લોકો બીજી બધી ગેમો કરતા ક્રિકેટને જોવાનું તથા રમવાનું વધારે પસંદ કરે છે. તો આજે વાત કરીએ ક્રિકેટરની થોડીક રસપ્રદ વાતો વિશે…આપણે જાણીએ છીએ કે, ભારતીય ક્રિકેટ ટીમ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ખૂબ જ સારૂ એવું પ્રદર્શન કરે છે. તેઓએ ખૂબ જ સારી રીતે સિદ્ધિ હાસલ કરી છે.
તમને એ પણ જણાવી દઈએ કે હવે મહિલા ક્રિકેટ ટીમ પણ પાછળ રહી નથી. મહિલા ક્રિકેટ ટીમ પણ આંતરરાષ્ટ્રીય લેવલે અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી રહી છે અને હાલ લોકો ધીમે-ધીમે ભારતીય મહિલા ક્રિકેટ જોવા માટે પણ રસ દાખવી રહ્યા છે.ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ખૂબ જ શાનદાર મેચો રમી રહી છે અને તેમની હાલત ખૂબ જ સારી એવી બની ગઈ છે.
પહેલા તેઓ નબળું પ્રદર્શન કરતા હતા, પરંતુ હાલ તેઓ મોટી મોટી ટીમોને પણ તેઓ ટક્કર આપી રહ્યા છે. આ ઉપરાંત તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ભારતીય મહિલા ટીમ વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી હતી અને તે સમયે આ ટીમની ખુબ જ પ્રશંસા પણ કરવામાં આવી હતી.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સફળતા પાછળ ક્રિકેટર મિતાલી રાજ નું મોટું નામ છુપાયેલું છે. મિતાલી પ્રથમ મહિલા ક્રિકેટર છે કે જેઓએ આંતરરાષ્ટ્રીય વન-ડે ક્રિકેટ મેચમાં સતત સાત અડધી સદી ફટકારી હતી. આ ઉપરાંત તેઓએ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવ્યા છે. એશિયા કપ T20 ટુર્નામેન્ટમાં મિતાલી રાજ “પ્લેયર ઓફ ધ મેચ” બની હતી. આ મેચમાં ભારતીય ટીમે ૨૦ ઓવરમાં ૩ વિકેટ સાથે 169 રન બનાવ્યા હતા, જેમાં ૯૭ રન મિતાલી રાજના હતા.
તેના આ શાનદાર પ્રદર્શન માટે તેને “પ્લેયર ઓફ ધ મેચ” જાહેર કરવામાં આવી હતી અને 250 ડોલરનો ચેક પણ આપવામાં આવ્યો હતો. આ સમયે તેનું ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું હતું અને તેની પૂછવામાં આવ્યું હતું કે તેનો ફેવરિટ ભારતીય પુરુષ ક્રિકેટર કોણ છે”.
ત્યારે તેણે જવાબ આપ્યો હતો કે, તે વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોની અને સચિન તેંડુલકરને પસંદ કરે છે… પરંતુ જો આ ત્રણમાંથી એકને પસંદ કરવાનું કહેવામાં આવે તો તેનો ફેવરિટ ક્રિકેટર સચિન તેંડુલકર હોય. તેણે વધુમાં જણાવ્યું હતું કે તેને સચિન તેંડુલકર ખૂબ જ ગમે છે, કારણ કે તેની બેટિંગ અને સ્વભાવ પણ ખૂબ જ સારો છે અને તે આખા ભારતનો ફેવરિટ ક્રિકેટર છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment