બે દીકરાઓએ પોતાની માતાના મૃત્યુ બાદ માતાની અંતિમ ઈચ્છા પૂરી કરીને, સમાજમાં નવી જાગૃતતા લાવ્યા…

આજના સમયમાં અંગદાન કરી બીજા ઘણા લોકોનું નવું જીવનદાન મળતું હોય છે અને કહેવાય છે કે દુનિયાનું સૌથી મોટુ દાન એટલે કે અંગદાન. ઘણા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે ઘણા લોકો અંગદાન કરીને બીજા લોકોને નવું જીવનદાન પૂરું પાડતા હોય છે.

આજે આપણે એક એવા જ કિસ્સા વિશે જાણીશું કે બે દીકરાઓએ એવું એક સેવાનું કામ કરીને સમાજમાં નવી જાગૃતિ લાવી છે. પોતાની માતાની અંતિમ ઈચ્છા થી તેમનો દેહ દાન કર્યો જે વાતને ગૌરવ ભરી વાત કહેવાય. આજના યુગમાં તબીબી ક્ષેત્રે તપાસ કે રિસર્ચ કરવામાં આવે તે માટે દેહદાન ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે.

રાજુભાઈ અને મહેશભાઈ નામના બે ભાઈઓ હાલ વડનગરના રહેવાસી છે તેમની માતા જેમનું નામ શાંત બહેન છે. તેમનું 72 વર્ષની ઉંમરે નિધન થયું હતું. ત્યારે તેમની માતાની અંતિમ ઇચ્છા હતી કે તેમના દેહનું દાન થાય.જેને પૂર્ણ કરવા બે ભાઇઓએ અંગ દાન કર્યું તેમની માતાની અંતિમ ઇચ્છા પ્રમાણે તેમના દેહને વડનગર મેડિકલ કોલેજમાં આપવામાં આવ્યું.

માતાની ઈચ્છા પૂરી કરીને બંને ભાઈઓએ સમાજમાં ગૌરવ અનુભવીને લોકોને એક નવી રાહ ચીંધી છે અને તેમનું કહેવું છે કે આવી રીતે દેહ દાન કરવું જોઈએ. અને તેના દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં સરળતા રહે છે. આ કામ જોઈને સમાજના બીજા લોકો પણ કંઈક આવી રીતે અંગદાન કરીને બીજાને મદદ કરે તો ગૌરવ અનુભવાય. બંને ભાઈઓએ આજ રીતે પોતાની માતાના સંકલ્પ પ્રમાણે અને આખરી ઈચ્છા પ્રમાણે અંગ દાન કર્યું.

તેમનું કહેવું છે કે આ સેવાના કામ થી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અભ્યાસમાં સરળતા રહેશે અને અભ્યાસ સારી રીતે કરી શકશે. બંને ભાઈઓએ માતા \ની આખરી દેહદાન કરવાની ઈચ્છા પૂર્ણ કરીને તે ગૌરવની વાત કહેવાય. આના પરથી એટલું જ કહેવાય કે લોકોએ પણ અંગદાન કરીને બીજા લોકોને મદદ કરવી જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*