રાજસ્થાનના અલવર જિલ્લાના તતારપુરમાં 16 માર્ચના રોજ બનેલી ઘટનાએ તમામ લોકોને હચમચાવી દીધા હતા. 16 માર્ચના રોજ એક મોટી પ્લાસ્ટિકની થેલીમાંથી એક યુવતીનો મૃતદેહ મળી આવ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઇને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં એવું સ્પષ્ટ થઈ ગયું હતું કે, યુવતીનું ગળું દબાવીને જીવ લઈ લેવામાં આવ્યો છે.
ત્યારબાદ પોલીસે આરોપીની શોધખોળ કરવાનું શરૂ કરી દીધું હતું. મૃત્યુ પામેલી યુવતીનું નામ પ્રિયંકા બહલ હતું. તે દિલ્હીની હતી. 14 માર્ચ જે તે બેંકે જાવ છું તેમ કહીને ઘરેથી ગઈને નીકળી ગઇ હતી. ત્યારબાદ તે પાછી આવી જ નહોતી. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ઘણા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે કેટલાય લોકોની ધરપકડ કરી લીધી છે.
પોલીસે દિલ્હીના આનંદવિહાર માં રહેતા કપડાના વેપારી કલ્પેશ ગુપ્તા, તેમની પત્ની સુનૈના ગુપ્તા અને તેમની સાથે નોકરી કરતા રાજકિશોર અને સચિનદેવીની ધરપકડ કરી છે. આ તમામ લોકોની પોલીસે પૂછપરછ કરી હતી અને પૂછપરછ દરમિયાન ઘટના સત્ય બહાર આવ્યું હતું.
મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી પ્રિયંકા એક શિક્ષક હતી. તે કપડાના વેપારી કલ્પેશ ગુપ્તાના ઘરે તેના બાળકોને ટ્યુશન કરાવવા જતી હતી. ટ્યુશન કરાવવા આવતી યુવતી સાથે કલ્પેશ ગુપ્તાને આકર્ષણ થઈ ગયું હતું. ત્યારબાદ પ્રિયંકા અને કલ્પેશ ગુપ્તતા વચ્ચે મિત્રતા વધી ગઈ હતી. ધીરે-ધીરે બંનેનો સંબંધ આગળ વધવા લાગ્યો હતો.
બન્નેનો સંબંધ ખૂબ જ આગળ વધી ગયો હતો. કલ્પેશ ગુપ્તા પોતાની તમામ ઈચ્છાઓ ઘરે આવતી પિક્ચર પ્રિયંકા સાથે પૂરી કરવા લાગ્યો હતો. શરૂઆતમાં બંનેના સંબંધો વચ્ચે બધું સરખું ચાલી રહ્યું હતું. થોડા સમય બાદ પ્રિયંકા કલ્પેશ લગ્ન કરી લેવા માટેનું કહેવા લાગી હતી. કલ્પેશ પ્રિયંકા સાથે માત્ર પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માંગતો હતો. પરંતુ તેની સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો.
કલ્પેશ પ્રિયંકાને લગ્ન કરવાનીના પાડી દીધી હતી. ત્યારબાદ પ્રિયંકાએ કલ્પેશને દબાવવાનું શરુ કરી દીધું હતું. અને પ્રિયંકાએ કલ્પેશ પાસેથી 50 લાખ રૂપિયાની માંગ કરી હતી. પ્રિયંકાના દબાવથી કંટાળીને કલ્પેશ છે. આ બધી વાત તેની પત્નીને કરી દીધી હતી. ત્યારબાદ પતિ-પત્નીએ મળીને પ્રિયંકાનો જીવ લેવાનો પ્લાન બનાવ્યો હતો.
કલ્પેશ 14 માર્ચના રોજ પોતાના પ્લાનને અનુસાર પ્રિયંકાને બેંકમાંથી પૈસા ઉપાડવા માટે મોકલી હતી. પ્રિયંકા કલ્પેશના નોકર સાથે કારમાં બેંકે જઈ રહી હતી. ત્યારે નોકરી કારમાં જ પ્રિયંકાનું ગળું દાબી દીધું હતું. ત્યારબાદ કલ્પેશ એ પોતાની પત્ની સાથે મળીને પ્રિયંકાના મૃતદેહને એક મોટા કોથળામાં ભર્યું હતું અને રાજસ્થાન જવા માટે રવાના થઇ ગયા હતા. અને રાજસ્થાનના તતાપપૂર વિસ્તારમાં પ્રિયંકાનું મૃતદેહ ફેંકી દીધું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment