ક્રિકેટ રમતા રમતા યુવાનનો પગ લપસતા 50 ફુટ ઉંડા કુવામાં ખાબક્યો,બચાવો-બચાવોની બૂમ પાડતો રહ્યો અને છેલ્લે…

લોકો જોરશોરથી રજાની રાહ જોતા હોય છે. એમાં પણ વાત કરીયે ગુજરાતની તો ગુજરાત રાજ્યમાં ક્રિકેટના ચાહકો ખૂબ જ મોટી પ્રમાણમાં મળી આવે છે. રજાના દિવસો આવ્યા નથી કે યુવાનો પિકનિક પોઇન્ટ નક્કી કરી દેતા હોય છે. એમાં પણ રમતના શોખીન લોકો પોતાના રજાના દિવસો રમતો રમવામાં વિતાવતા હોય છે.

મોટેભાગે યુવાનો પોતાના મિત્રો સાથે ક્રિકેટ રમવાનું વધારે પસંદ કરતા હોય છે. પરંતુ ક્યારેય જોશમાં હોશ ના ખોઈ બેસવું જોઈએ. રમતો રમવામાં પણ લોકો અકસ્માતના ભોગ બનતા હોય છે ત્યારે આવો જ એક કિસ્સો નડિયાદ શહેર માંથી સામે આવ્યો છે.

આ વિસ્તારમાં કેટલાક યુવાનો પોતાના મિત્ર સાથે ક્રિકેટ રમતા હતા તે સમયે તે મેદાનમાં એક અવાવરું કુવો આવેલો હતો. આ કુવાની જાણ સામાન્ય રીતે ત્યાંના સ્થાનિકોને ખબર હોય છે પરંતુ આ યુવાનોને આ અવાવરુ કૂવા વિશે કોઇ પ્રકારની જાણ ન હતી ત્યારે ફિલ્ડીંગ કરતા સમયે કેચ પકડવાની નોબત આવી

અને આ યુવાન ધીરે ધીરે પાછળ ડગલાં માંડતો હતો ત્યારે દડા ને પકડવા જતાં તેનો પગ લપસ્યો હતો. અને તે 50 ફૂટ ઊડા કૂવામાં પડયો હતો. આ બનાવ બનતા તેના સાથીમિત્રો માં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આ ઘટના બનતા તેના મિત્રોએ તાત્કાલિક ફાયરબ્રિગેડની ટીમને જાણ કરી હતી

અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તેનું રેસ્ક્યુ કરાયું હતું પરંતુ આ યુવકની હાલત ખુબ જ ગંભીર હોવાથી તેને તાત્કાલિક ધોરણે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેની હાલત વધારે નાજુક બનતા તેને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*