પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના ભરૂડીયા ગામના વતની અને હાલમાં મહારાષ્ટ્ર થાણા ખાતે રહેતો 20 વર્ષીય અક્ષય નામનો યુવક ધુળેટીના દિવસે નદીમાં ડૂબી ગયો હતો. આ કારણોસર તેનું કરૂણ મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર ધુળેટીના દિવસે અક્ષય પોતાના પાંચ મિત્રો સાથે કરજતના ટીમ્બર ફાર્મમાં સવારે રંગઉત્સવ ઉજવવા ગયો હતો.
બપોરે જમ્યા બાદ તે પોતાના મિત્રો સાથે ઘરે પરત ફરી રહ્યો હતો. અક્ષય પોતાના મિત્રો સાથે કારમાં પરત ફરી રહ્યો હતો. જ્યારે રસ્તામાં તેઓ શોટકટ માર્ગે જવાન રવાના થયા હતા. આ દરમ્યાન રસ્તામાં એક નદી આવે છે ત્યાં અક્ષય પોતાના મિત્રો સાથે નદીમાં નાહવા પડ્યો હતો.
ત્યારે પાણીની માત્રા વધી જતા અક્ષય નદીમાં ડૂબી ગયો હતો અને આ કારણોસર તેનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસ અને અક્ષયના પરિવારજનોને કરવામાં આવી હતી ઘટનાની જાણ થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.
મળતી માહિતી અનુસાર નદીના બંધ પાસે જામ થયેલા પાણીમાં અક્ષય પોતાના મિત્રો સાથે નહાવા પડ્યો હતો. થોડીકવાર બાદ પાણીનો ઘેરાવો વધી જતાં અક્ષય તેમાં ડૂબી ગયો હતો. અક્ષયની સાથે એક સ્થાનિક યુવક પણ ડૂબી ગયો હતો.
પરંતુ તે સ્થાનિક યુવકનો અન્ય લોકોએ જીવ બચાવી લીધો હતો. ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર બે થી ત્રણ કલાકની ભારે જહેમત બાદ સ્થાનિક તરવૈયાની મદદથી અક્ષયના મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું.
અક્ષય તેનાં માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. અક્ષય કોલેજમાં સાયન્સ વિષયમાં અભ્યાસ કરતો હતો. અક્ષયના મૃત્યુના કારણે તેના માતા-પિતા પડી ભાંગ્યા હતા. અને તેના પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment