હાલમાં સંગીત એક માત્ર માણસનું મિત્ર બન્યું છે. લોકો માનસિક રીતે શાંતિ અનુભવવા સંગીત સાંભળવાનું વધારે પસંદ કરતા હોય છે ત્યારે એમાં પણ ગુજરાતી સંગીત સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યું છે. સંગીતકાર પોતાના અવાજની મીઠાશથી સમગ્ર સમાજ અને વિશ્વને મધુર કરી દેતા હોય છે.
આજે આપણે આવા જ એક પ્રખ્યાત સંગીતકાર ની વાત કરવા જઈ રહ્યા છીએ કે જેઓએ પોતાના મધુર અવાજથી આખી દુનિયાનું દિલ જીતી લીધું છે અને સમગ્ર વિશ્વને પોતાની તરફ આકર્ષિત કર્યું છે. આવો વાત કરીએ પ્રસિદ્ધ સંગીત કલાકાર એવા લોકલાડીલા કિર્તીદાન ગઢવીની…
આજે અમે તમને જણાવીશું પ્રસિદ્ધ સંગીત કલાકાર કિર્તીદાન ગઢવી વિશે કે જેમના મધુર અવાજ પર લોકો મોહિત થયા છે અને અઢળક પ્રેમ વરસાવી રહ્યા છે. કિર્તીદાન ગઢવી એક સમયે કોલેજમાં સામાન્ય પ્રોફેસર હતા, ત્યારે તેમના પરિવારે તેમના માટે છોકરી જોવાનું શરૂ કર્યું હતું.
એક સમય હતો જ્યારે કિર્તીદાન ગઢવીને એક છોકરીએ નહીં પરંતુ ચાર-ચાર છોકરીઓએ લગ્ન માટે ના પાડી હતી. લગ્ન માટે પાંચ છોકરીઓ જોયા પૈકી ચાર છોકરીઓએ તેમની અવગણના કરી હતી, ત્યારબાદ તેમના લગ્ન થયા હતા. કિર્તીદાન ગઢવી ના પત્ની નું નામ સોનલબેન છે.
કિર્તીદાન ગઢવીએ પોતાની સખત મહેનત અને સંઘર્ષ કરીને સફળતાના શિખરો પાર કર્યા છે. તેઓની આવડતના કારણે જ તેઓ આજે લોકમુખે ચર્ચાઈ રહ્યાં છે. હાલના સમયમાં લોકો તેમના ગાયેલા સંગીતો ને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. પોતાના અથાગ પ્રયાસો થકી તેઓએ સાબિત કરી બતાવ્યું છે કે સંઘર્ષ કરનારાઓની ક્યારેય હાર થતી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment