ડાંગમાં પોલીસકર્મીએ જંગલમાં જઈને ગળેફાંસો ખાઈને પોતાનું જીવન – જાણો સમગ્ર ઘટના

ડાંગ જિલ્લાના સાપુતારા પોલીસ મથકમાં ફરજ બજાવતાં એક પોલીસ કર્મીએ અગમ્ય કારણોસર જંગલમાં ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર સાપુતારા પોલીસ મથકમાં ફરજ બજાવતા 30 વર્ષીય દીપકભાઈ કાશીરામભાઈ જગતાપ અગમ્ય કારણોસર પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

મળતી માહિતી અનુસાર દીપકભાઈ આહવા ખાતે એકલા રહેતા હતા. તેમની પત્ની પિયર ગઈ હતી. મળતી માહિતી અનુસાર સોમવારના રોજ બોરખેત માર્ગ ઉપર આવેલા ટિમ્બર ડેપો નજીક જંગલમાં વૃક્ષ પર અગમ્ય કારણોસર દીપકભાઈ ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

મળતી માહિતી અનુસાર ગામના લોકોએ દીપકભાઈને ઝાડ સાથે લટકતી હાલતમાં જોયા ત્યાર બાદ તેમને આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

મળતી માહિતી અનુસાર પોલીસે દીપકભાઈના સગા સંબંધીઓને દિપકભાઈના મૃત્યુની જાણ કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી દીધું હતું. આ ઘટના બનતા જ પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

દીપકભાઈ કયા કારણોસર પોતાનું જીવન ટુંકાવ્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પોલીસે આ સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર ઘટનાની જાણ પરિવારજનોને થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*